પોરબંદર-

એરપોર્ટ પર રૂ. ૫.૬૪ કરોડનું એવિએશન રેસ્ક્્યુ એન્ડ ફાયર ફાઇટિંગ વાહન વિકસાવવામાં આવ્યું છે.આ વાહનમાં સેલ્ફ ડિફેન્સ સિસ્ટમથી ચારે તરફ પાણીના ફુવારા થતા હોવાથી તે આગની વચ્ચેથી પણ વાહન પસાર થઈ શકે છે. આ આધુનિક વાહન માટે ૫ વ્યક્તિઓ છે.જેમાં ડ્રાઇવર, સીએફટી ઇન્ચાર્જ અને ૩ ફાયરમેન છે.આ વાહન ૩૦૦૦ કિલોનું વજન ધરાવે છે. એરપોર્ટ પર ૨ જુના ફાયર ટેન્ડર હતા. ત્યારે આ નવું આધુનિક એવિએશન રેસ્કયું એન્ડ ફાયર ફાઇટિંગ વાહન જ્યારે આગ લાગે ત્યારે તેને કાબૂમાં કરવામાં સક્ષમ રહેશે.

આ વાહનની સ્પીડ ૧૧૫ થી ૧૨૧ પ્રતિ કલાક છે.આ વાહન ૬૦૦૦ લીટર પાણી ૧ મિનિટમાં ૧૦ વખત પ્રેશરમાં ફેંકી શકવાની તાકાત ધરાવે છે. વાહનમાં ૮૦૦ લીટર ફોમ, ૨૫૦ ડ્રાય કેમિકલ પાવડર હોય છે. ટ્‌વીન ડિસ્ક સાથે ૬ ગિયર ઓટોમેટિક ટ્રાન્સમિશન કોમ્પ્યુટરાઈઝડ વાહન છે. રાત્રીના સમયે ક્રેશ થાય તો હાઈમસ લાઈટ ૩૦૦ ડિગ્રી સુધી ફરી રોશની ફેંકે છે.જેથી રાત્રે પણ આગ સમયે રેસ્ક્્યુ થઈ શકે છે.રિમોટ કંટ્રોલ અને થર્મલ કેમેરાની પણ આ વાહનમાં સુવિધા છે.