વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા અને વડોદરા શહેર પોલીસની ટ્રાફિક શાખાની કામગિરીના વિરોધમાં આજે જયુબીલી બાગથી કોઠી ચાર રસ્તાના વેપારીઓએ બંધ પાળ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી શહેરી વિસ્તારના વેપારીઓને યેનકેન પ્રકારે સત્તાના જાેરે કનડગત કરીને અંગ્રેજાેને ભુલાવી દે એવો જુલ્મ એમના પર કરવામાં આવે છે. તેમજ મનસ્વી રીતે દંડકીય કાર્યવાહી કરવામાં આવે છે. કોરોનાને કારણે વેપાર ઉદ્યોગ ગુમાવીને આર્થિક રીતે પાયમાલ થઇ ગયેલા વેપારીઓની આર્થિક સ્થિતિ લકવાગ્રસ્ત બનતા આવા કપરા સંજાેગોમાં તંત્રના માનસિક ત્રાસને લઈને માથા પરથી પાણી વહી જતા આખરે તંત્ર સામે અવાજ ઉઠાવવાને માટે મજબુર બન્યા હતા. જેને લઈને માત્ર ગણતરીની સેકંડોમાં સમગ્ર રાવપુરા માર્ગના વેપારીઓએ એકસાથે એકસંપ થઈને તંત્રના આ જુલ્મ સામે અવાજ ઉઠાવવા ગણતરીની સેકંડોમાં દુકાનોના શટર પાડી દીધા હતા.વેપારીઓના આ આસમાને ગયેલા આક્રોશના પડઘા ઉચ્ચ નેતાઓના કાન સુધી પહોંચતા દોડતા થઇ ગયા હતા.

તેમજ ગમે તે ભોગે વેપારીઓને શાંત પાડવાને માટે આકાશ પાતાળ એક કરીને ઉચ્ચ અધિકારીઓને કાર્યવાહી મોકૂફ રાખવાને માટે અને વેપારીઓની સાથે સમાધાન કરી લેવાને માટે કહેવાની મને કે મને ફરજ પડી હતી. જેને કારણે આખરે પાલિકા અને પોલીસના ઉચ્ચ અધિકારીઓએ નમતું જાેખીને હાલ પૂરતી કાર્યવાહી મોકૂફ રાખવાની ખાતરી આપતા વેપારીઓનું આંદોલન બે કલાક બાદ સમેટાઈ ગયું હતું.તેમજ ત્યારબાદ પુનઃ રાવપુરા માર્ગનો વેપાર ધમધમવા લાગ્યા હતા. હાલમાં મુલતવી રહેલી કાર્યવાહીને લઈને વેપારીઓનો તંત્રની કનડગત સામે વિજય થયો હતો.

કોરોનાને લઇ આર્થિક રીતે લકવાગ્રસ્ત વેપારીઓ પર કાયદાનો ડર બતાવી જુલમ

વડોદરાના શહેર વિસ્તારના કોરોનાને લઇ આર્થિક રીતે લકવાગ્રસ્ત બનેલા વેપારીઓને છેલ્લા ત્રણ દિવસથી પાલિકાની દબાણ શાખાના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાનો ડર બતાવીને જુલ્મ ગુજારવામાં આવતો હતો. પાલિકા અને પોલીસના અધિકારીઓ દ્વારા ફુલેફાલેલાં હપ્તારાજને લઈને આડેધડ દબાણો કરનાર સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.આવા દબાણકર્તાઓ સામે આંખ આડા કાન કરવામાં આવે છે. જયારે નિર્દોષ વેપારીઓને દંડવામાં આવે છે.જેની સામે વેપારીઓએ અવાજ ઉઠાવતા જાે વેપારીઓ વધુ મોં ખોલે તો તંત્ર સહિત તમામ હપ્તાખોરોના કપડા ઉતરી જાય એમ લાગતા આખરે તંત્રએ ત્રણ દિવસથી કાઢેલી કાયદાના ઓથા હેઠળની કડકાઈની તલવારને મ્યાન કરી દેવાની ફરજ પડી હતી.