દાહોદ : દાહોદ જિલ્લા એલ.સી.બી એ ઝાલોદ તાલુકાના સુથારવાસા ખાતેથી બાતમીના આધારે૧૬ લાખની જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૧૬લાખ રૂપિયાની નોટો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે,ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામમાં એક વ્યક્તિ પાસે જુની ચલણી નોટો છે, જે બાતમી ના આધારે પોલીસે તપાસ હાથ ધરી એક ડમી ગ્રાહક ઉભો કર્યો હતો અને સુથારવાસા ના મુકેશ સુરસીંગ બારીયાનો સંપર્ક કરી જૂની નોટો લેવાની વાત કરી હતી. ત્રણ વ્યક્તિઓ દ્વારા પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું ત્યારે આ ઝપાઝપીમાં બે નાસી જવામાં સફળ પણ રહ્યા હતા અને એકને ઝડપી પડાયો હતો. 

પોલીસે ગોઠવેલા આ છટકામાં ૧૬ લાખની જૂની નોટોનાં બદલામાં ૯ લાખની નવી નોટો આપવાની ડીલ કરી હતી ત્યારબાદ એ વ્યક્તિએ સુથારવાસા બોલાવતા એલ.સી.બી ટિમ સુથારવાસ ખાતે ગોઠવાઈ ગઈ હતી અને ડીલ મુજબ મુકેશ બારીયા અને ભરત નામના બે વ્યક્તિ ઓ ૧૬ લાખની જૂની ચલણી નોટો સાથે આવતા જ પોલીસે દબોચી લીધો હતો. પરંતુ તેમાંથી ભરત અને અંબાલાલ વહોનીયા નામના બે વ્યક્તિઓ બાઇક લઈને ફરાર થઈ ગયો હતો જ્યારે મુકેશ બારીયા ઝડપાઇ જતા ૫૦૦ના દર ની ૧૨૦૦ નોટ અને ૧૦૦૦ ના દર ની ૧૦૦૦ નોટ સાથે પોલીસે મુકેશ ની ધરપકડ કરી ફરાર ભરત ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરી આ નોટો ક્યાંથી આવી હજુ કેટલી નોટો છે બીજા કોણ કોણ સંડોવાયેલા છે એ દિશામાં તપાસ હાથ ધરી છે.સરકારે વર્ષ ૨૦૧૬ની ૮મી નવેમ્બરથી લાદેલી નોટબંધીની સરકારી અવધિ વિત્યાબાદ હવે તેને બદલાવી શકાતી નથી. હાલમાં કાનૂન મુજબ જૂની ૫૦૦- ૧૦૦૦ રૂપિયાની ચલણી નોટ રાખવી અવૈધ છે તેમજ તેનું ચલણ પણ પ્રતિબંધિત છે.જોકે, છાશવારે ગુજરાતમાંથી જૂની ચલણી નોટ મળી આવે છે.