વડોદરા-

વડોદરા શહેરમાંથી વિશ્વામિત્રી નદી પસાર થઇ રહી છે. જે વિશ્ર્વામિત્રી નદી મગરોનું ઘર કહેવામાં આવે છે. જોકે હાલ વડોદરા સહિત સમગ્ર રાજયમાં મેધ મહેર જોવા મળી રહી છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે વિશ્ર્વામિત્રીની સપાટીમાં વધારો થયો હતો જેને પગલે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતામ ત્યારે પૂરના પાણી સાથે મગરો પણ રહેણાંક વિસ્તારમાં આવવા મંડ્યા હતા જેનાથી ખતરો ઉભો થયો છે. વડોદરામાં એમ.એસ. યુનિવર્સિટીના સી.સી. મહેતા ઓડિટોરિયમ પાછળ નદી માંથી નીકળેલી મગર આવતા ફફડાટ ફેલાયો હતો. જોકે વરસાદી કાંસમાં મગર દેખાતા જ યુનિવર્સિટી ના સ્ટાફ માં દહેશત ઉભી થઇ હતી. મગર કાંસમાંથી બહાર નીકળ્યો નહોતો પરિણામે તેને રેસ્ક્યુ કરી શકાયો ન હતો. વિશ્વામિત્રી નદીમાં પુર આવતા જ પાણી સાથે મગરો બહાર નીકળી આવે છે.