દિલ્હી-

દેશમાં વેસ્ટર્ન ડિસ્ટબર્નસ ના પગલે ગુરુવારે અનેક રાજ્યોમાં વરસાદ પડ્યો છે અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. તેમજ આજે પણ ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડાની ઝપેટમાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં લગભગ 15 રાજ્યોમાં વરસાદ પડશે. જેમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, કેરળ, કર્ણાટક, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ નો સમાવેશ થાય છે.

દિલ્હી-એનસીઆર, પશ્ચિમ યુપી અને ગુરુવારે પર્વતોમાં ભારે વરસાદ પડ્યો છે. ત્યારબાદ લોકોને ગરમીથી રાહત મળી છે. કેટલાક સ્થળોએ કરા પણ પડ્યા છે તો કેટલાક સ્થળોએ જોરદાર પવન ફૂંકાયો હતો. તેથી પહાડો પર પણ વરસાદ થયો છે. IMD ના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં દહેરાદૂન, ચમોલી, ઉત્તરકાશી, ચંપાાવત અને પૌરીમાં જોરદાર વરસાદ પડવાની સંભાવના છે. તો હિમાચલ અને કાશ્મીરમાં ભારે વરસાદની સંભાવના છે. વિભાગે કહ્યું કે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4-5 દિવસમાં વેસ્ટર્ન ડિસ્ટબર્નસ કારણે પર્વતોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે દિલ્હીમાં હળવા વરસાદની સંભાવના છે. તો પંજાબ, હરિયાણા, એમપી, ગુજરાત અને રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના છે. જ્યારે સ્કાયમેટ મુજબ આજે અને આવતીકાલે ભારતના ઘણા રાજ્યોમાં વાવાઝોડાની શક્યતા છે. વિભાગે કહ્યું છે કે દિલ્હી, હિમાચલ, કાશ્મીર, ઉત્તરાખંડ, એમપી, સિક્કિમ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં હળવા વરસાદની સંભાવના છે. આ દરમિયાન ભારે પવન પણ ફુંકાઇ શકે છે.