જયપુર-

રાજસ્થાન હાઇકોર્ટ સચિન પાયલટ સહિત 19 ધારાસભ્યોને વિધાનસભા અધ્યક્ષ તરફથી આપવામાં આવેલી નોટીસ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે ચૂકાદો આપશે. 

મુખ્ય ન્યાયાધીશ ઇન્દ્રજીત મહાન્તિ અને ન્યાયાધીશ પ્રકાશ ગુપ્તાની ખંડપીઠે આ મામલે 21 જુલાઇએ સુનાવણી પૂર્ણ કર્યા પછી ચૂકાદો સુરક્ષિત રાખ્યો હતો. આ સાથે સ્પીકરને આગ્રહ કર્યો હતો કે, તે હાઇકોર્ટનો આદેશ ન આવે ત્યાં સુધી નોટીસ પર પ્રસ્તાવિત કાર્યવાહીને સ્થગિત રાખવામાં આવે.હાઇકોર્ટના આ આદેશને સ્પીકર સીપી જોશીએ માનવાની વાત કરી હતી. પરંતુ બીજા જ દિવસે સુપ્રીમ કોર્ટમાં એલએલપી દાખલ કરી. સ્પીકર સીપી જોશીએ કહ્યું કે, તેમના અધિકાર બંધારણમાં લખાયેલા છે. તે હેઠળ તેમણે ધારાસભ્યોને નોટીસ ફટકારી હતી. પરંતુ હાઈકોર્ટે આ અંગે મને બાકી રહેલી અયોગ્યતાની અરજીઓ અંગે નિર્ણય ન લેવાનો નિર્દેશ આપ્યો હતો. જેનાથી હું નારાજ છું.સીપી જોશીએ કહ્યું કે, 19 ધારાસભ્યોની અયોગ્યતા અરજીઓને લઇને મેં ફક્ત નોટીસ ફટકારી છે. જે મારા અધિકારમાં છે. તેમજ જ્યાં સુધી હું કોઇ નિર્ણય ન લઉં ત્યાં સુધી આ મામલો કોર્ટમાં જઇ શક્તો નહોતો. તેમ છતાં હાઇકોર્ટ દ્વારા મને બે વખત આ અરજીઓ સંદર્ભમાં કોઇ આદેશ ન આપવા સૂચન કરવામાં આવ્યું હતું.