રાજકોટ-

દેશવાસીઓ જેની ખૂબ જ આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. તે કોરોના વેકસીનનું આજે (બુધવાર) સવારે રાજકોટ ખાતે આગમન થયું છે. જેને હાલ રાજકોટના વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવી છે. આ વેકસીન સ્ટોર ખાતેથી આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં કોરોના વેકસીન મોકલવામાં આવશે. આ કોરોના વેકસીન સિરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા દ્વારા બનાવામાં આવી છે.

રાજકોટ ખાતે આવેલી કોરોના વેકસીન સૌરાષ્ટ્રના ૮ જિલ્લાઓમાં મોકલવામાં આવશે. જેમાં રાજકોટ જિલ્લામાં ૯૦૦૦ ડોઝ , રાજકોટ શહેરમાં ૧૬૫૦૦ ડોઝ, જામનગરમાં ૫૦૦૦ ડોઝ, જામનગર શહેરમાં ૯૦૦૦ ડોઝ, દેવભૂમિ દ્વારકામાં ૪૫૦૦ ડોઝ, પોરબંદરમાં ૪૦૦૦ ડોઝ, મોરબીમાં ૫૦૦૦ ડોઝ, ક્ચ્છ જિલ્લામાં ૧૬૦૦૦ ડોઝ મોકવામાં આવશે.

રાજકોટ વેકસીન સ્ટોર ખાતે રાખવામાં આવેલી કોરોના વેકસીનને હાલ ૨થી ૮ ડીગ્રી સે. તાપમાન જળવાઈ રહે તે પ્રમાણે રાકજવામાં આવશે. તેમજ સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં પણ આજ રીતે વેકસીન માટેનું તાપમાન જળવાઈ રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.