રાજકોટ-

ગુજરાતમાં હવે વધુને વધુ તબીબો કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. આવામા રાજકોટમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશનએ શહેરના તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કારણ કે, પાછલા દિવસોમાં રાજકોટ શહેરના અગ્રણી સહિત 100 થી વધુ તબીબો કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ IMA ના પ્રમુખ ડો.જય ધિરવાણીએ રાજકોટના તમામ તબીબો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજકોટના તમામ તબીબો એ વધુ સાવચેતીપૂર્વક સારવાર કરવા આદેશ આપ્યા છે. તબીબો જ સંક્રમિત થશે તો દર્દીઓની સારવાર કરવું મુશ્કેલ બનશે.

કોરોના સામે લડી રહેલા ફ્રન્ટલાઈન વોરિયર્સ ડોક્ટરો પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદથી 70 ડોક્ટરોને સિવિલ હોસ્પિટલમાં ફરજ પર મૂકાયા છે. રાજકોટ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન 26 લોકોના 24 કલાકમાં મૃત્યુ થયા છે. જેમાં રાજકોટ શહેરના 14, ગ્રામ્યના 6 અને અન્ય જિલ્લાના 6 લોકોનો સમાવેશ છે. રોજેરોજ રાજકોટ સારવાર લઈ રહેલા સરેરાશ 25થી 30 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે.