રાજકોટ-

રાજકોટ શહેરમાં ફરી એક વખત આપઘાતનો બનાવ સામે આવ્યો છે. શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર આવેલા એક બિલ્ડિંગના બારમા માળેથી એક યુવકે કૂદકો મારી પોતાનું જીવન ટૂંકાવ્યું છે. યુવકના આ આપઘાતની સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. યુવકના પિતા એલઆઈસીમાં નોકરી કરતા હોવાનું સામે આવ્યું છે. આજે પિતા કામથી બહાર ગયા હોવાથી યુવક ઘરેથી બાઈક લઈને નીકળી ગયો હતો. આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે કઇ રીતે યુવક બિલ્ડિંગના 12મા માળેથી કૂદકો લગાવીને આપઘાત કરે છે. આપઘાતના બનાવની જાણ થતાં જ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા 108 અને યુનિવર્સિટી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળ પર પહોંચેલી 108ની ટીમે યુવકને મૃત જાહેર કર્યો હતો.