અંક્લેશ્વર : અંકલેશ્વર શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સની ઓફિસમાં કંપનીના કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બતાવી ને ચાર જેટલા લૂંટારુ ઓ એ લૂંટ ને અંજામ આપ્યો હતો અને કરોડો ના ગોલ્ડની લૂંટ ચલાવી ફરાર થઇ જતા સનસનાટી મચી ગઈ હતી. ઘટના ને પગલે જીલ્લાભર નું પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ હતુ.સામી દિવાળી એ જ લૂંટ ની ઘટના પ્રકાશ માં આવતા પોલીસ માટે પણ પડકાર રૂપ બની ગઈ હતી. આશરે ૨ થી ૩ કરોડ રૂપિયાના સોનાના દાગીના ની લૂંટ થઇ હોવાનું અનુમાન છે. લૂંટારુઓ એ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ બ્રાન્ચ ની બે મહિલા કર્મી સહિત પાંચ કર્મચારી ઓ ને બ્રાન્ચ માં બંદૂક ની અણીએ બાનમાં લીધા હતા,અને ચાર કર્મચારી ઓ ના મોબાઈલ પણ લૂંટી લીધા હતા.

અંકલેશ્વર શહેર ના હાર્દસમા અને લોકોની અવરજવર થી ધમધમતા ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ આશિષ કોમ્પલેક્ષ ના પહેલા માળે આવેલ અને સોના પર ધિરાણ કરતી ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ ની ઓફિસ માં આજે સવારે લૂંટારૂ ઓ ત્રાટક્યા હતા, અને ગોલ્ડ લોન ફાઇનાન્સ બેંક હજી તો ખુલી હતી અને લૂંટારુ એ લૂંટને અંજામ આપ્યો હતો, બેંક ના કર્મચારી ઓ ને લૂંટારુ એ બંદૂક ની અણીએ બાનમાં લીધા હતા , અને માત્ર નજીવા સમય માં જ લૂંટ ને અંજામ આપીને ચાર લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. રોજ ના નિયત સમય મુજબ સોમવારે સવારે ૯ઃ૧૦ કલાકે કર્મચારીઓ ફાઇનાન્સ ઓફિસમાં આવવા માટે શરુ થયા હતા , અને ૯ઃ૧૭ કલાકે સિક્યોરિટી ગાર્ડ એ બ્રાન્ચ ના આગળ ના બે દરવાજા ના તાળા ખોલ્યા હતા , જોકે લૂંટારુઓ પહેલે થી જ કાર માં કોમ્પલેક્ષ ની નીચે લૂંટ ને અંજામ આપવા માટે ઉભા હતા,અને બ્રાન્ચ ખુલતાની સાથે જ કોઈ શક ન કરે તે રીતે એક પછી એક લૂંટારુ બેંક માં ઘુસ્યા હતા.

લૂંટારુ ઓ માં એક મરાઠી બોલતો યુવાન બ્લ્યુ ટોપી , ગોગલ્સ અને મોઢા પર રૂમાલ બાંધીને અંદર પ્રવેશ્યો હતો , જ્યારે બીજા બે લૂંટારુઓ બ્લ્યુ શર્ટ અને કેપ પહેરી એક ખભે કોલેજ બેગ ભેરવી બ્રાન્ચ માં મહિલા કર્મચારી પાછળ આવ્યા હતા,અને ચોથો લુંટારૂ બેગ સાથે મહિલા કર્મી ને ગન પોઇન્ટ પર અંદર ઘુસ્યો હતો.વધુમાં બ્રાન્ચ માં હાજર પાંચ જેટલા કર્મચારી ઓ ને બંદૂક ની અણીએ બંધક બનાવી માત્ર ૧૨ મિનિટ કરતા પણ ઓછા સમય માં સેફ ગાર્ડ માં રહેલા લોકો ના ગીરવે મુકેલા અંદાજીત ૨ થી ૩ કરોડ ની કિંમત ના સોના ના દાગીના ની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસ સહિત ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ , એસઓજી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ માં લૂંટની ઘટના બેન્ક ના સીસીટીવી ફુટેજમાં કેદ થઇ ગઈ હતી. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસનો ધમધમાટ આરંભ્યો હતો. જોકે ઘટના અંગે બેન્ક ના જવાબદાર અધિકારી ઓ એ મિડીયા થી અંતર રાખ્યુ હતુ.જ્યારે અંકલેશ્વર શહેર પોલીસ સહિત ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ , એસઓજી પોલીસ સાહિતની પોલીસ ટીમો લૂંટની ઘટના ને અંજામ આપનાર લૂંટારુ ઓ ને દબોચી લેવા માટે કામે લાગી હતી.

અંકલેશ્વર ગોલ્ડ લોન ફાઇનાન્સમાંથી લુંટારુઓ ૬૮૬૬.૫૨ ગ્રામ સોનું લૂંટી ગયા

અંકલેશ્વ શહેર ના ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાઇનાન્સ માંથી લૂંટારુ ઓ ૨૮૨ પેકેટ માં કુલ ૬૮૬૬.૫૨ ગ્રામ સોના ના દાગીના ની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા, આ અંગે માહિતી આપતા અંકલેશ્વર ના નાયબ પોલીસ અધીક્ષક ચિરાગ દેસાઈ એ જણાવ્યુ હતુ કે કુલ ૩,૨૯,૬૫,૪૭૬ રૂપિયા ના ગોલ્ડની લૂંટ થઇ છે , જ્યારે લૂંટારુ ઓ લૂંટને અંજામ આપ્યા બાદ ફાઇનાન્સ ઓફિસ ના કર્મચારી ઓ ને દોરડા વડે બાંધીને ફરાર થઇ ગયા હતા.અને પોલીસ દ્વારા લૂંટ ની ઘટના નો ભેદ ઉકેલવા માટે જુદીજુદી ટીમો બનાવીને સઘન તપાસ શરુ કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યુ હતુ.