વાઘોડિયા, તા.૫ 

ગોરજ ગામે મગરના હૂમલા બાદ વનવિભાગ અને હેંમત વઢવાણાની ટીમે સંયુક્ત ઓપરેશન કરતાં મગર દેખાયો હતો પરંતુ મગર પકડવા ટીમને સફળતા હાથ લાગી ન હતી. છતાં પાંજરામા અન્ય નાના મગરો પકડાયા હતાં. જેથી આ આદમખોર મગરને પકડવા વનવિભાગના કશ્યપ પટેલ અને હેંમત વઢવાણાની ટીમે મહાદેવ પુરા ગામે વૃદ્ધાના શિકાર બાદ સતત વોચ રાખવા ટ્રેપ ગોઠવી હતી. આખરે ૩૬ કલાકબાદ ટીમને સફળતા હાથ લાગી હતી. રવિવારે વહેલી સવારે આ વિશાળકાય ૧૩ ફૂટ લાંબો મગર શિકારની લાલચે કિનારા પાસે આવતા વનવિભાગના ટ્રેપમા સપડાયો હતો.

 ગોરજ ગામે દેવ નદીકાંઠા વિસ્તારમાં માનવો પર આદમખોર મગરના હુમલો વઘવાનીઘટનાએા સામે આવી હતી. હજુ ત્રણ - ચાર મહિના પહેલા ગોરજ દેવનદિમા એક મહિલાનો મગરે ભોગ લિઘો હતો. ત્યાર બાદ ફરીથી મહાદેવપુરા ગામે બે દિવસ પહેલા મંગીબેન ઊકેળભાઈ વસાવા ૫૫ વર્ષીય વૃÎઘાને બે મગરો ખેંચી તેના શરીરના અંગોને પીંખી નાંખી મોત નિપજાવ્યાની ઘટના સામે આવી હતી. મગરનો ખૌફ દિવસ દિવસે વઘતા લોકો મગરના ભયનાને લઈ ચીંતીત બન્યા હતાં.દેવકાંઠા વિસ્તારના ગામોમાંથી મગરને લઈ ફરીયાદો વાઘોડિયા વનવિભાગને મળી હતી. જોકે વનવિભાગે મગરને પકડવાના તમામ પ્રયત્નો કરવા છતાં મગર હાથ લાગતો ન હતો. આશરે ૪૦૦ કિલોના આ મહાકાય મગરને સંયુક્ત ઓપરેશનથી કિનારે લાવવામા આવ્યો હતો.