જયપુર-

રાજસ્થાનમાં મંગળવારે ચાલી રહેલી રાજકીય ખેચંતાણમાં મોટો ઉથલપાથલ જોવા મળી હતી. સચિન પાયલોટ પર કાર્યવાહી કરતાં કોંગ્રેસ પાર્ટીએ તેમને નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદથી હટાવી દીધા છે. તેમજ સચિન પાયલોટને ટેકો આપનારા મંત્રીઓને પણ હટાવી દેવાયા છે. આ સાથે, આ રાજકીય લડાઇમાં અશોક ગેહલોત ફરી એકવાર વિજેતા તરીકે ઉભરી આવ્યો છે. ઉલ્લેખનીય છેકે રાજસ્થાનના રાજકારણમાં પાઈલોટ અને ગેહલોત પરિવાર વચ્ચે રાજકીય યુધ્ધ આરંભથી જ વિવાદાસ્પદ રહેલું છે. અગાઉ સચિન પાઈલોટના પિતા અને અશોક ગેહલોત વચ્ચે પણ રાજકીય વર્ચસ્વની લડાઈ જોવા મળતી હતી. જે બાદ પિતાની પરંપરા સચિને આગળ વધારી હોવાનું પણ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું.