અમદાવાદ

આખરે કોરોના ઓછા થતાં લોકો માટે એક સારા સમાચાર આવી રહ્યા છે.અમદાવાદમાં રથયાત્રાને મંજૂરી આપવામાં આવી છે...જો કે રથયાત્રામાં શરતોને આધિન મંજૂરી આપવામાં આવી છે.રાજ્યનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે.ફક્ત પાંચ વાહનો સાથે રથયાત્રા નીકળશે અને નીકળ્યા બાદ નીજ મંદિરે પરત ફરશે ત્યાં સુધી કોઈ પણ ઠેકાણે રથ રોકાશે નહીં.આ સીવાય ભજન મંડળી ટ્રક અખાડા તેમજ ગજરાજો રથયાત્રામાં  જોડાયશે નહીં.આ સાથે રથયાત્રા દરમ્યાન કર્ફ્યુ લાગવામાં આવશે જો કે  નિજ મંદિરે પરત ફર્યા તુરંત જ કર્ફ્યુનો અમલ રદ કરવામાં આવશે અને શહેરનાં પૂર્વ અને પશ્ચિમ ને જોરદાર બ્રિજ રથયાત્રા દરમિયાન બંધ રહેશે.

ઉલ્લેખનીય છે અષાઢી બીજનાં દિવસે દર વર્ષે ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવામાં આવે છે...પરંતુ આ વર્ષે કોરોનાને કારણે મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.પરંતુ હવે કોરોનાં કેસમાં ઘટાડો થતાં શરતોને આધિન ફરીથી રથયાત્રા કાઢવામું સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.