વલસાડ, ખેરગામને નવા તાલુકા પંચાયત ભવન મળ્યા બાદ પ્રથમવાર ભાજપની તાલુકા પંચાયત ભવનમાં બેસશે. ૧૧ સભ્યોમાં સાત મહિલા ભાજપની છે ચાર પુરુષો છે. પ્રથમ અઢી વર્ષ સ્ત્રીને પ્રમુખપદે બેસાડવાના હોય માજી પ્રથમ પ્રમુખના પત્ની અલકાબેનની દાવેદારી મજબૂત દેખાય છે. નવસારી જિલ્લા પંચાયતમાં પુરોગામી મહિલા પ્રમુખ ચીખલીના હતા. ગણદેવીના મહિલાએ અગાઉ પ્રમુખહોદ્દો સંભાળ્યો છે જેથી ૨૭ સભ્યોમાંથી સામાજિક શૈક્ષણિક રીતે પછાત ઉમેદવારને પ્રમુખપદે બેસાડવાના હોય ખેરગામમાંથી ચૂંટાયેલા ખેરગામ બેઠકના ભીખુભાઈ આહીર પ્રબળ દાવેદાર દેખાય છે. સા.શૈ.ની ૪-બેઠકમાં ચાપલધરાના રેખા કોંગ્રેસમાંથી છે. ભાજપમાંથી ગણદેવા બેઠકથી શીલા પટેલ, સાદકપોર બેઠકથી દીપા પટેલ અને ખેરગામ બેઠકથી ભીખુભાઈ આહિર ચૂંટાયેલા હોય સૌથી વધુ અન્યાય સહન કરનારા પછાત આદિવાસી વિકાસ વંચિત ખેરગામને આ વખતે પ્રમુખપદનો તાજ મળે તો વિકાસને વેગ મળશે એવું માનવું છે.