દિલ્હી-

સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનામાં દિલ્હી ની લગભગ 140 કિલોમીટર રેલ્વે ટ્રેક ના કાંઠે રહેલી જુગ્ગી-ઝોમ્પડી ને હટાવવા આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યુ કે,' કોઈ પણ અદાલતે ઝૂંપડપટ્ટી હટાવવા પર કોઈ પ્રતિબંધ ના મૂકે અને આ કામમાં કોઈ રાજકીય દખલ હોવી જોઈએ નહીં.'

કોર્ટે કહ્યુ કે, 'જો કોર્ટ ઝુંપડપટ્ટી હટાવવા પર પ્રતિબંધનો આદેશ આપશે, તો તે હુકમ લાગુ નહીં થાય.' દિલ્હી-એનસીઆરમાં પ્રદૂષણ કેસમાં સુનાવણી દરમિયાન રેલ્વેએ કહ્યુ હતુ કે,' દિલ્હી એનસીઆરમાં 140 કિલોમીટર રેલ્વે લાઇનની નજીક અતિક્રમણ છે. તેમાં 70 કિલોમીટરનું અતિક્રમણ વધારે છે. તેમાં લગભગ 48 હજાર ઝૂંપડપટ્ટી છે.' 

રેલવેએ કહ્યુ કે,' એનજીટીએ ઓક્ટોબર 2018 માં આ ઝૂંપડપટ્ટીઓને હટાવવાનો આદેશ આપ્યો હતો. ઝૂંપડપટ્ટીઓને દૂર કરવા માટે એક વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી, પરંતુ રાજકીય દખલને કારણે, રેલ્વે લાઇનની આજુબાજુના આ અતિક્રમણોને આજ સુધી હટાવી શકાયા નથી.'