સુરત-

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં વર્ષ 2015માં હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં આરોપી રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરીને લાશને દિવાલમાં ચણી દીધી હતી. બાદમાં આરોપી રાજુ ભરૂચના એક કેસમાં જેલમાં જતો રહ્યો હતો. પછી પેરોલ પર છૂટ્યા બાદ હાજર થયો નહોતો. બાતમીના આધારે પોલીસે પૂછપરછ કરતાં હત્યાનો સમગ્ર ભેદ ઉકેલાયો હતો. જેથી પોલીસે દિવાલમાં ચણી દેવાયેલી લાશના હાડપિંજરને બહાર કાઢવાનું શરૂ કર્યું છે.

કિશનનો મૃતદેહ મળ્યો હોવાની જાણ થતાં જ તેનું પરિવાર પણ આશાપુરી સોસાયટીમાં દોડી આવ્યું હતું. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર રાજુ પર દારૂના 30થી વધુ કેસ છે. રીઢા ગુનેગાર રાજુને હાલ પોલીસે ઝડપી લીધો હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પોલીસે જણાવ્યું હતું કે, પોલીસને બાતમી મળી હતી કે શિવમની હત્યા કરી તેની લાશને દાટી દેવામાં આવી છે. જેથી મામલતદાર અને પીઆઈ પાંડેસરા સહિતના એફએસએલના અધિકારીઓને સાથે રાખીને લાશનો કબ્જો લઈને ફોરેન્સિકની હાજરીમાં પીએમ કરવાની કાર્યવાહી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીના વિભાગ-3માં ગુનાહિત ઈતિહાસ ધરાવતા રાજુ બિહારીએ પોતાના સંબંધી શિવમ ઉર્ફે કિશનની હત્યા કરી હતી. આ હત્યા ક્યા મુદ્દે કરી એ હજુ તપાસના વિષય છે. જો કે, રાજુએ હત્યા કર્યા બાદ કિશનના મૃતદેહને દિવાસમાં ચણી દીધો હતો. જેથી કોઈને આશંકા ન જાય. જો કે પોલીસે બાતમીના આધારે હાલ પાંચ વર્ષ બાદ કિશનના મૃતદેહને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.