સુરત-

આશારામ બાપુ અને તેનો દીકરો નારાયણ સાઈ સુરતની સાધિકાઓ સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે તેવામાં નારાયણ સાઇને ગુજરાત હાઈકોર્ટ દ્વારા માતાને હૃદય ની બીમારી હોવાથી તબિયત નાદુરસ્ત હોવાના કારણે 14 દિવસ માટે ફર્લો જામીન આપવામાં આવ્યા હતા, ત્યારે તે જેલમાંથી અમદાવાદ આવી પહોચ્યા હતા, આજે તેના ફર્લો જામીન રદ્દ થતાની સાથે જ પોલીસ જાપ્તા સાથે સુરતની લાજપોર જેલમાં પરત લાવવામાં આવ્યા હતા. ત્યારે તેના કેટલાય અનુયાઈઓ તેમના દર્શન કરવા જેલની બહાર એકઠા થયા હતા.

નારાયણ સાઈની નજર જેવી મીડિયા કર્મીઓ ઉપર પડી કે તરત લોકોને આશીર્વાદ આપવા ઉઠાવેલા હાથ ને જોડીને પ્રણામ કરવા લાગ્યો હતો. જાણવા મળે છે કે નારાયણ સાઈએ તેની માતાની તબિયત સારી નહિ હોવાથી એવું કારણ હાઈકોર્ટ સમક્ષ મુકવામાં આવ્યું હતું કે માતાને હૃદય ની બીમારી હોવાના કારણે ફર્લો જામીન અરજી કરવામાં આવી હતી , જેમાં હાઈકોર્ટ દ્વારા નારાયણ સાઇને 14 દિવસ માટે ફર્લો જામીન મંજુર કરવામાં આવ્યા હતા. આજે ફર્લો પુરા થતા હોવાથી નારાયણ સાઇને પાછો લાજપોર જેલમાં પોલીસ જાપ્તા હેઠળ મોકલી આપવામાં આવ્યો છે, છેલ્લા સાત વર્ષથી તે જેલમાં આજીવન કારાવાસ ભોગવી રહ્યા છે.