દેવગઢબારિયા, દાહોદ ની એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા સંચાલિત એક શાળામાં શિક્ષક તરીકે બે વર્ષ કરતાં વધુ સમયથી ફરજ બજાવતા એક શિક્ષકને શાળાએ ન આવવાની શાળાના આચાર્યએ મૌખિક સૂચના આપ્યા બાદ શાળાના ટ્રસ્ટીએ પોતાની ઓફીસમાં બોલાવી તે શિક્ષકનો ફોન લઈ લીધા પછી તેને ડરાવી ધમકાવી બળજબરી પૂર્વક તેની પાસે રાજીનામું લખાવી લીધાના આક્ષેપો કરતી લેખિત રજૂઆત જિલ્લા શિક્ષણાધિકારી જિલ્લા કલેકટર-રાજ્યના શિક્ષણ સચિવને તે શિક્ષકે રજૂઆત કરી હતીે.

દાહોદની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા અનાજ મહાજન એજ્યુકેશન સોસાયટી સંચાલિત લિટલ ફ્લાવર સ્કૂલમાં બે વર્ષ કરતાં વધુ સમયથી શિક્ષક તરીકે ફરજ બજાવતાં અને ધોરણ ૧૧, ૧૨ સાયન્સમાં ફિઝિક્સ ભણાવતા અમે ગોધરા બામરોલી રોડ પર રહેતા પરમાર વિશાલ જગદીશભાઈની સોસાયટીમાં કોરોનાના કેસ આવતા તે સોસાયટીને કન્ટેન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવી હતી જેથી તેઓ શાળામાં જવા માટે ની પરમિશન લેવા ગોધરા પ્રાંત અધિકારી પાસે ગયા હતા પરંતુ તેઓએ શાળાએ જવાની મંજૂરી આપી ન હતી અને રજા મંજુર કરતો લેટર આપ્યો હતો. જે લેટર પરમાર વિશાલ ભાઈએ શાળામાં આપ્યો હતો. ત્યારબાદ જૂન ૨૦૨૦ ની ૩૦મી તારીખે તેઓ શાળાએ આવ્યા હતા. તે વખતે શાળાના આચાર્યએ તેઓને આવતીકાલથી શાળાએ ન આવવાની મૌખિક સૂચના આપી હતી ત્યારબાદ શાળાના ટ્રસ્ટી સુરેશભાઈ શેઠે તારીખ ૧૫/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૯ઃ૩૦ વાગે પરમાર વિશાલભાઈને પોતાની ઓફિસમાં મળવા બોલાવી તેઓનો મોબાઈલ ફોન લઈ લીધા બાદ તેઓ પાસે દબાણપૂર્વક ડરાવી ધમકાવી અમાનવીય વર્તન કરી ખોટી રીતે બળજબરીપૂર્વક રાજીનામું લખાવી લીધેલ છે. તેવા આક્ષેપ કર્યો હતો.લિટલ ફ્લાવર શાળાના આચાર્ય કૃતાર્થ જાેશીએ કહ્યું કે પરમાર વિશાલ જગદીશભાઈએ સ્વેચ્છાએ રાજીનામું લખી આપ્યું હતું. આ બાબતે તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો સાચી હકીકત બહાર આવે તેમ છે.