ઇન્દોર 

બ્લેક ફંગસ (Black fungus) દેશના ઘણા રાજ્યોમાં આંતક ફેલાવી રહ્યો છે. આ બિમારીના દિવસેને દિવસે કેસ વધી રહ્યા છે. મધ્યપ્રદેશના ઇન્દોર સ્થિત આધુનિક પ્રયોગશાળાઓને બ્લેક ફૂગના ચેપના ઉપચારમાં ઉપયોગમાં લેવાતી દવા એમ્ફોટેરિસિન-બી નું ઉત્પાદન કરવાનો પરવાનો મળ્યો છે.કંપનીના પ્રમુખ અનિલ ખારીયાએ રવિવારે કહ્યું કે અમે કાચા માલના ઓર્ડર આપ્યા છે. અમારી પાસે દિવસમાં 10,000 ડોઝ બનાવવાની ક્ષમતા છે. માનવામાં આવે છે કે આનાથી રાજ્યમાં કાળી ફૂગની દવાઓની તંગી દૂર થશે.અમે દરરોજ 10,000 ઇંજેક્શન બનાવવાની ક્ષમતા સાથે કામ કરીશું અને અમારી પ્રાથમિકતા તેમને પહેલા મધ્યપ્રદેશ અને ત્યારબાદ અન્ય રાજ્યોમાં આપવાની રહેશે. 

આ ઈન્જેક્શન એમ્યુલેશન ફોર્મમાં હશે. માર્કેટમાં કિંમત લગભગ 3,000 રૂપિયા હશે, જ્યારે અમે સરકારને આશરે 1,500 રૂપિયા આપીશું.