આણંદ : ભાજપના પાયાના કાર્યકર અને ચરોતરના અગ્રણી વિપુલભાઇ પટેલ પર આખરે ભાજપે વિશ્વાસ મુકીને આણંદ જિલ્લાનું સુકાન તેમને સોંપ્યુ છે. વિપુલભાઇ પટેલની આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિમણૂક કરતા આણંદ ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર વ્યાપી ગઇ હતી. વિપુલભાઇ પટેલની નિમણૂકને આણંદ જિલ્લાના અગ્રણીઓએ વધાવી લીધી હતી.