વડોદરા, તા. ૩

સમગ્ર રાજ્યમાં હિટવેવ જાહેર કર્યા બાદ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાતા શહેરીજનોંમાં અસહ્ય ઉકળાટની સ્થિતી જાેવા મળી હતી. રોડ રસ્તાઓ સૂમસામ હાલતમાં જાેવા મળ્યા હતા. જ્યારે સમાજસેવકો દ્વારા સ્વૈચ્છિક રીતે તો વિવિધ સંસ્થાઓ દ્વારા પાણીની પરબો , છાશનું વિતરણ તેમજ શરબતોના સ્ટોલ લગાવીને રાહદારીઓને બળબળતા તાપમાં રાહત આપવાનું કાર્ય કરી રહ્યા છે.

માર્ચ મહિનાની શરુઆતથી જ અસહ્ય તાપ પડવાનું શરુ થતા તાપના પ્રમાણમાં સતત વધારો થતો જાેવા મળી રહ્યો છે. બળબળતા તાપ વચ્ચે લૂ અને ડીહાઈડ્ર્‌ેશન જેવી સમસ્યાઓનોે પણ શહેરીજનોએ સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે વિવિધ સ્વૈચ્છિક સમાજસેવકો દ્વારા તેમજ “ એક કદમ એક મદદ ટ્રસ્ટ” સહિતના સંગઠનો દ્વારા છાશનું વિતરણ કરવામાં આવ્યુ છે.તે સાથે જ મહત્તમ તાપમન ૪૦.૪ ડીગ્રી સેન્ટીગ્રેડ અને લધુત્તમ તાપમાન ૨૪.૨ ડીગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. વહેલી સવારે ભેજનું પ્રમાણ ૭૯ ટકાની સાથે સાંજે ૨૮ટકા નોંધાયું હતું. વાતાવરણમાં હવાનું દબાણ ૧૦૦૬.૫ મીલબાર્સ નોંધાયું હતું.