વડોદરા, તા.૨૫

વડોદરા કોર્પોરેશને નવા બજાર વિસ્તારમાં એક દુકાનને વોર્ડ ઓફિસરે સીલ મારી દીધું હતું. તે બાદ તાજેતરમાં દુકાનદારે કોર્પોરેશની કોઈ પરવાનગી સીવાય બારોબાર સીલ ખોલી નાખતા સ્થાનિક ભાજપના કાર્યકર્તાઓએ વિરોધ કર્યો હતો અને મ્યુનિસિપલ કમિશનર, મેયર સહિતને રજૂઆત કરતા આખરે આજે ફરી આ દુકાનને સીલ કરી દેવામાં આવ્યુ હતુપ્.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના નવા બજાર વિસ્તારમાં કેટલાક વર્ષો પૂર્વે એક સિંધી વેપારીએ પોતાની દુકાન એક લઘુમતી કોમના વ્યક્તિને વેચાણથી આપી દીધી હતી, આ મામલે વિવાદ સર્જાતા સ્થાનિક ભાજપના કોર્પોરેટર,પૂર્વ કોર્પોરેટર સહિત ભાજપાના કાર્યકરો તેમજ સ્થાનિક રહીશોએ વહીવટી તંત્રને અનેક રજૂઆત કરી હતી કે લઘુમતી કોમના વેપારીને દુકાન વેચાણ કરી હોવાથી અશાંત ધારાનો ભંગ થયો છ.ે જાેકે, ત્યારબાદ તે વખતના વોર્ડ ઓફિસર એ તાત્કાલિક અસરથી સીલ મારી દીધું હતું જેના ૧૫ દિવસ બાદ દુકાનદારે જાતે જ સીલ ખોલતા ફરી કોર્પોરેશનને દુકાનને સીલ મારી દીધું હતું.

દોઢ વર્ષ સુધી દુકાને સીલ એમનુ એમ રહ્યુ હતુ. પરંતુ તાજેતરમાં વેપારીએ પાલિકાની કોઈ મંજૂરી લીધા સિવાય ફરી જાતે જ સીલ તોડી નાખ્યું હતું. જેથી સ્થાનિક ભાજપના આગેવાનોએ વોર્ડ કચેરીની કામગીરી સામે રોષ વ્યક્ત કરીને કોર્પોરેશનના અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું ત્યારે માલિકીના પુરાવાનો વિવાદ થયો હતો. જેથી ભાજપના સ્થાનિક કાઉન્સિલર અને કાર્યકરોએ મેયર, ડેપ્યુટી મેયર સમક્ષ રજૂઆત કરી હતી. જે બાદ આજે કોર્પોરેશનના વોર્ડ ઓફિસરે મ્યુનિસિપલ કમિશનરની સૂચનાથી ફરી આ દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરી હતી.