અમદાવાદ-

શહેરના પૂર્વ વિસ્તારમાં માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. આજ કાલ બાળકોને ઠપકો આપવામાં આવે તો તે જલ્દી ગુસ્સામાં આવીને કોઈપણ ન ભરવાનું પગલું ભરી બેસતા હોય છે. શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા એક પિતા બે દિવસ પહેલા હાજર ન હતા. તેઓ સુરત ખાતે ગયા હતા. ત્યારે તેઓને જાણ થઈ કે, તેમનો ૧૨ વર્ષનો પુત્ર ઘરે હાજર નથી અને કોઈને કહ્યા વગર જતો રહ્યો છે. જેથી આ પિતાએ પુત્રના મિત્રો અને સબંધીઓના ત્યાં તપાસ કરી પણ તે મળી આવ્યો ન હતો. બાદમાં તેઓ સુરતથી આવી ગયા હતા. બાદમાં તેઓએ તપાસ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો. બાદમાં પોલીસને જાણ કરતા ગુમ થયેલા ૧૨ વર્ષના બાળકના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેઓએ બે દિવસ પહેલા બાથરૂમ પાસે તેને સિગારેટ પિતા રંગેહાથ પકડતા તેને ઠપકો આપ્યો હતો. જેથી તે વાતનું માઠું લગાવી તે જતો રહ્યો હોવાની શંકા વ્યક્ત કરી છે.

શહેરના ઠક્કરનગરમાં રહેતા ૩૫ વર્ષીય યુવાન કેટરિંગના કામમાં મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ યુવાનના પત્ની હયાત નથી અને તેઓને સંતાનમાં બે બાળકો છે. જેમાંથી મોટો દીકરો ૧૨ વર્ષનો છે અને ધોરણ ૮માં અભ્યાસ કરે છે અને તેનાથી નાનો દીકરો આઠ વર્ષનો છે જે ધોરણ ચારમાં અભ્યાસ કરે છે. ગત ૧૧મી માર્ચના રોજ આ યુવાન ઘરે હાજર ન હતા અને તેઓ સુરત ખાતે કેટરિંગના કામ માટે ગયા હતા. તે દરમિયાન તેમની બહેનનો સાંજે ફોન આવ્યો હતો અને જણાવ્યું કે, તેમનો ૧૨ વર્ષીય દીકરો ઘરે મળતો નથી અને તે ઘરેથી સાંજના સાત વાગ્યે કોઈને કહ્યા વગર નીકળી ગયો છે તેની શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો નથી.

જેથી, આ બાળકના પિતાએ તેના મિત્ર વર્તુળોમાં તેમજ આસપાસમાં તપાસ કરાવી હતી. જાેકે, તેમનો દીકરો મળી આવ્યો ન હતો અને આ વાતની ચિંતામા તેઓ બીજા દિવસે એટલે કે, ૧૨ તારીખે સાંજે ઘરે આવી ગયા હતા અને બાદમાં તેમના દીકરા બાબતે આજુબાજુમાં તેમ જ સગા સંબંધીઓને ત્યાં શોધખોળ કરી હતી. પરંતુ તેમને દીકરો મળી આવ્યો ન હતો. બાદમાં તેઓએ આ અંગે કૃષ્ણનગર પોલીસને જાણ કરી હતી અને તેઓએ પોલીસને જણાવ્યું કે, બે દિવસ પહેલા તેમનો દીકરો બાથરૂમ પાસે સિગારેટ પીતો હતો અને તેઓ તેને જાેઈ ગયા હોવાથી તેને ઠપકો આપ્યો હતો.