રાજકોટ-

કોરોનાની મહામારીમાં કોરોના વાઇરસથી સુરક્ષા મેળવવા માટે માસ્ક આપરું અભિન્ન અંગ બની ગયું છે. કોરોનાથી બચવા માટે માર્કેટમાં ડાયમંડ માસ, એન ૯૫, ખાદી માસ્ક, કોટન માસ્ક, મેચિંગ માસ્ક, બ્લ્યૂ ટૂથ માસ્ક, સહિતના માસ્ક માર્કેટમાં આવી ચુકયા છે. ત્યારે સુરતમાં આયુર્વેદિક માસ્ક પણ હવે ટ્રેન્ડમાં આવ્યા છે.

સુરતમાં આયુર્વેદિક માસ્કનો ટ્રેન્ડ શરૂ થયો છે, આ માસ્ક પહેરવાના ઘણા બધા ફાયદા પણ છે જેમ કે માસ્કની બનાવટમાં જ આયુર્વેદિકમાં અકસીર ગણાતી તુલસી, કપૂર અને અજમા જેવી વસ્તુઓ વાપરવામાં આવી છે. માસ્કના લેયર ઉપર સુગંધ આવે છે, અને માસ્કને ધોયા બાદ પણ સુગંધ જતી નથી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

આ માસ્કને ૩૦ દિવસ સુધી સરળતાથી ઉપયોગ કરી શકાય છે. માસ્કની ખાસિયત એ પણ છે કે તે ફક્ત કોરોના વાયરસ સામે જ રક્ષણ આપે છે એટલું જ નહિ, પણ શરદી, ખાંસી જેવા રોગોથી પણ રક્ષણ મેળવવા માટે ખુબજ ઉપયોગી છે. કોરોના વાઇરસને લઈ આયુર્વેદનું પ્રમાણ પણ વધ્યું છે. તેવામાં આયુર્વેદને પસંદ કરતાં લોકો પણ આ માસ્કને વધારે પસંદ કરી રહ્યા છે.