મુંબઇ

બિગ બોસ 13નું ટાઇટલ ભલે ન મળ્યું પરંતુ આ શો પછી તેને એક અલગ ઓળખ મળી ગઈ છે. અસીમ તેની ફિટનેસ માટે જાણીતો છે, સાથે જ તે હિમાંશી ખુરાના સાથેના તેના સંબંધો માટે ઘણી વાર હેડલાઇન્સમાં રહે છે. હવે તેના પ્રશંસકો ખુબ ખુશ થવા જઈ રહ્યા છે તે જાણ્યા બાદ અસિમે તેના નામે એક શાનદાર રેકોર્ડ બનાવ્યો છે. અસીમ એવા સેલેબ્સમાંથી એક છે, જેમને ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે.

સૌથી વધુ સર્ચ કરવામાં આવતા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સમાં અસીમ એક છે. રિપોર્ટ અનુસાર, દરરોજ 8.8 ટકા લોકો અસીમ વિશે ગૂગલ કરે છે. સોશિયલ મીડિયા પર અસીમની ઘણી ફેન ફોલોઇંગ છે. તેના ચાહકો પણ તેને ગૂગલ કરે છે. અસીમના ભારતમાં જ નહીં વિદેશમાં પણ ચાહકો છે. મોસ્ટ ગોગલ્ડ સ્ટારની યાદીમાં આવ્યા પછી અસીમ ખૂબ જ ખુશ છે.