મુંબઈ-

સોશિલ ડિસ્ટંસિંગ, માસ્ક સહિત કોરોના સંબંધિત તમામ ઉપાયયોજનાના પાલન સાથે દસમા-બારમાની પ્રેક્ટિકલ-મૌખિક પરીક્ષા લેવાની સૂચના મહારાષ્ટ્ર બોર્ડે આપી છે. બારમાની પ્રેક્ટિકલ્સ પાંચમીથી ૨૨મી એપ્રિલ દરમ્યાન તો દસમાની પ્રેક્ટિકલ્સ ૧૨ થી ૨૮ એપ્રિલ દરમ્યાન લેવામાં આવશે. આ પહેલાં વિદ્યાર્થી સુરક્ષાની તકેદારી લઈ એક્સ્ટર્નલ પરીક્ષકની નિયુક્તિ કરવાનું સ્કૂલ અને કૉલેજોને કહેવાયું છે. સ્કૂલ-કૉલેજોએ પ્રેક્ટિકલ્સ પરીક્ષા સુરક્ષિત રીતે પાર પાડવા અને ભીડ ટાળવા માટે વિદ્યાર્થી સંખ્યાનુસાર બેચનું નિયોજન કરવાની સૂચના બોર્ડના અધિકારીઓએ આપી છે.