વડોદરા,તા.૩૦ 

વડોદરામાં ગત વર્ષે તા.૩૧મી જુલાઇએ ખાબકેલા ૨૦ ઇંચ વરસાદથી પૂર આવ્યું હતું. જેને આવતીકાલે એક વર્ષ પૂરુ થઇ રહ્યું છે. જાેકે, આ વર્ષે હજુ મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ જમાવટ કરી નથી. પરંતુ બપોરે હળવો વરસાદ થતાં લોકોએ ઠંડક થવાથી રાહત અનુભવી હતી. ગત વર્ષે વડોદરામાં તા.૩૦મી જુલાઇએ ઝરમર વરસાદ થયો હતો. જે ધીમી ધારે વરસ્યા બાદ તા.૩૧મી જુલાઇએ બપોરથી ધોધમાર એકધારો ૧૨ કલાક કલાક સુધી વરસતા ૨૦ ઇંચ વરસાદ ખાબકતા આજવામાંથી પાણી છોડવાના સાથે શહેરમાં થયેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં વિશ્વામિત્રીના પૂરના પાણી ફરી વળ્યાં હતાં. અને લોકોને ભારે નુકસાન થયું હતું. જાેકે શહેરમાં અનેક વખત પૂરની સ્થિતિ છતાં તંત્ર દ્વારા બહારના આવતા પાણી અટકાવવા કોઇ પગલા લીધા નથી. આજે બપોરે કાળા ડીબાંગ વાદળા ઘેરાયા હતા. જાેકે હળવા વરસાદ બાદ રોકાઇ ગયો હતો. પરંતુ ઠંડક થતાં લોકોએ રાહત અનુભવી હતી.