વાઘોડિયા -

વાઘોડિયા કોંગ્રેસ કાર્યકરોએ ગાંઘી ઉદ્યાનમા ભાજપ સરકારની ખેડૂત વિરોધી નિતી સામે ખેડૂતોને ભરમાવી દિવાસ્વપ્ન બતાવવાનુ કામસરકાર કરે છે. તેવા આક્ષેપો સાથે ગાંઘીજયંતી અવસરપર ગાંઘી પ્રતીમાની સામે કોંગ્રેસ સમિતીએ સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા.

ભાજપ સરકારપર પ્રહાર કરતા વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતીના પ્રમુખ મહેન્દ્રસિંહ કોટંબીએ સરકારને ખેડૂત વિરોઘી સરકાર કહિ ખેડૂતોને વાયદાઆપી ઊંઘા ચશ્મા પહેરાવે છે. તેવો આક્ષેપ કર્યો હતો. એકતરફ ખેડૂતોને ક્રોપલોનની જાહેરાત કરી વ્યાજમાફિની વાત કરે છે. તો બીજી બાજુ બેંકો ખેડૂતો પાસે વ્યાજસહિત મુડી વસુલે છે. છઁસ્ઝ્ર મા ટેકાના ભાવે ખરીદિમા પણ ખેડૂતોને સરખો ભાવ નથી મડતો. ખાતર, બીયારણ મોંઘાભાવના વાવી ખેતી કરતા ખેડૂતોને ૧૨ કલાક તો શુ ચાર કલાક પણ સરખી વિજનથી મડતી.પોષણક્ષમ ભાવ આપવામા સરકાર સદંતર નિષ્ફળ નિવડી છે. કંપનીઓમા કોન્ટ્રાક્ટ પધ્ધતીના કારણે કામદારોનુ શોષણ થાય છે. ગમે ત્યારે કંપની કામદારોને છુટા કરે તેવો કાયદો લાવતા બેરોજગારી વધી છે. નોટબંઘી પણ સફળ રહિ નથી. શિક્ષણનુ વેપારી કરણ થયુ છે.સ્કુલો મોંઘીદાટ ફિ વસુલી વાલીઓને લુટી રહિ છે. જયારે એકપણ સરકારી શાળા વઘારાઈ નથી. તાલુકા પંચાયત સદસ્યએ ક્ષેપ કર્યો છેકે આ માલેતુજાર કંપનીઓની સરકાર છે. ભાજપના રાજમા કર્મચારીઓ, નોકરીઆતો અને વિઘ્યાર્થીઓનુ શોષણ થાય છે. વિકાસની મોટીમોટી વાતો કરી લોકોને ગેરમાર્ગે દોરે છે. વાસ્તવીક્તા જુદિ હોય છે.ગૃહિણીઓ વઘતાજતા ભાવોને કારણે હેરાન પરેસાન છે.કૃષીબીલ પસાર કરતા અમે તેનો ભારે વિરોઘ કરી રહ્યા છે.