વડોદરા-

નાગરવાડા વિસ્તારમાં ગુનાહિત ભૂતકાળ ધરાવતો વિધર્મી યુવક હિન્દુ યુવતીનો પીછો કરી તેને સતત એક વર્ષથી હેરાન કરતો હતો. આ સાથે જ પ્રેમ સંબંધ નહીં રાખે તો એસિડ એટેક કરી મારી નાખવાની વારંવાર ધમકી આપતો હતો. જોકે, યુવતીએ આ વાત પર ધ્યાન ન આપતા આ યુવકે યુવતીને જાહેરમાં બાથ ભરી બિભત્સ માગણીઓ કરી હતી. યુવતીએ આખરે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જ પોલીસે તરત જ તેની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ આ 22 વર્ષીય યુવતી માતાપિતા અને મોટા ભાઈ સાથે રહે છે. વિધર્મી યુવક ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી સતત આ યુવતીનો પીછો કરતો હતો. જોકે, યુવતીએ ડરથી કોઈને આ અંગે જાણ કરી ન હતી.થોડા સમય પહેલા જ યુવતીએ નવો મોબાઈલ ખરીદતા વિધર્મી યુવક ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચીએ તેનો નંબર મેળવી લીધો હતો. ફૈઝલ સતત આ યુવતીનો પીછો કરતો હતો અને દરેક રીતે હેરાન કરતો હતો. ફૈઝલ ઉર્ફે ફૈઝુ અયુબ ઘાંચી સતત યુવતીને મોબાઈલ ફોન પર મેસેજ કરી, વોટ્સએપ કોલિંગ કરી ધમકી આપતો હતો. અને તું મારી સાથે મિત્રતા નહીં રાખે તો હું તારા પરિવારજનને અને તને મારી નાખીશ તેમ જ તારી ઉપર એસિડ છાંટીશ તેવી ધમકી આપતો હતો. વડોદરાના નાગરવાડામાં વધુ એક વખત લવ જેહાદનો કિસ્સો સામે આવતા હિન્દુ સંગઠનોમાં રોષ વ્યાપ્યો છે. વિધર્મી યુવકે 22 વર્ષીય યુવતીને પ્રેમ સંબંધ ન રાખે તો એસિડ એટેક વડે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નોંધાયેલી ફરિયાદના આધારે કારેલીબાગ પોલીસે યુવકની ધરપકડ કરી છે. કટ્ટરવાદી માનસિકતા ધરાવતો આ માથાભારે યુવક ધોળેદહાડે યુવતી પાસે બિભત્સ માગણીઓ કરતો હતો.