પોરબંદર-

SOGના PI જાડેજાના માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ કાફલાએ ફરાર આરોપીને પકડવા કામગીરી હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસને મળેલી માહિતીના આધારે પોરબંદર જેલના કાચા કામના કેદી અસગર ઉર્ફે કાલો ઉમર સેતા જામીન પુરા થયા બાદ જેલમાં પરત આવવાને બદલે દરીયામાં માછીમારી કરવા ગયો હતો.આરોપીની બાતમી મળતા SOG સ્ટાફે દરિયામાં બોટ પેટ્રોલીંગ કરી માછીમારી કરતી બોટનું ચેકીંગ હાથ ધર્યું હતું. બોટના ચેકીંગ દરમિયાન વચગાળાના જામીન ઉપરથી ફરાર થયેલા આરોપીને પોરબંદર જેટી સામે માછીમારી કરતો હતો તે સમયે ઝડપી લીધો હતો અને આરોપીનો કોરોના રિપોર્ટ કરાવી પોરબંદર જેલ ખાતે પરત મોકલવાની કાર્યવાહી કરવામાં આવી હતી.