વડોદરા-

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ ખુબ ઝડપથી વધી રહ્યું છે. અત્યાર સુધી અનેક લોકો કોરનાની ઝપેટમાં આવી ગયા છે. તો હવે વડોદરા શહેરમાં કોંગ્રેસના કોર્પોરેટર અમીબેન રાવત  કોરોનાથી સંક્રમિત થયા છે. અમીબેનને શરૂઆતી લક્ષણો દેખાતા કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. કોર્પોરેટર અમીબેનના પતિ અને પ્રદેશ કોંગ્રેસના સીનિયર નેતા નરેન્દ્ર રાવતનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાનું વધી રહેલું સંક્રમણ ચિંતાનો વિષય છે. ગઈકાલે વડોદરા જિલ્લામાં કુલ 120 કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 5 હજાર 951 થઈ ગઈ છે. તો કોરોનાને કારણે અત્યાર સુધી 106 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ વડોદરા જિલ્લામાં અત્યાર સુધી 4583 દર્દીઓ રિકવર થઈ ગયા છે.