નસવાડી,તા.૨

છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરીમાંથી ૪.૧૫ કરોડની ગ્રાન્ટ મેળવી અને નકલી સિંચાઈ કચેરી બનાવી સરકારને ચૂનો લગાડનાર ઠગ ટોળકીનો દિવસે દિવસે પર્દાફાસ થઇ રહ્યો છે. છોટાઉદેપુર પોલીસે તપાસના ધમધમાટમાં નવો ખુલાસો સામે આવ્યો છે. ઠગ ટોળકીનો ત્રીજાે સાથીદાર અંકિત જગદીશ સુથાર (રહે, માંજલપૂર, વડોદરા) ખાતેથીે આરોપીની છોટાઉદેપુર પોલીસે ધરપકડ કરી છે.

આરોપી અંકિત સુથાર બોડેલી નકલી કચેરીનો નકલી અધિકારી સંદીપ રાજપુતનું બોગસ કાર્ડ બનાવી આપ્યું હતું જયારે આ આરોપી અબ્બુબકર જાકીરઅલી સેયદનાઓની ઓફિસમાં ખોટા દસ્તાવેજાે ટાઈપ કરી આરોપી સંદીપ રાજપૂતની દરખાસ્તો ઉપર સહી કરાવી લેતો હતો અને દરખાસ્તો લઇ છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરી ખાતે પહોંચાડતો હતો. હાલ આ કૌભાંડમાં ૩ આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જ્યારે આગામી દિવસોમાં બીજા આરોપીની પણ ધરપકડ થાય તેવી શક્યતો સેવાઈ રહી છે.

પ્લાસ્ટિકની ટાંકી મૂકી ફોટા પડાવી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા!

ઠગોએ પીવાના પાણી મળશે અને તમારો ખર્ચો પરત આપી દઇશું એમ કહી કામ કરવા મજબૂર કર્યા હતા જેને લઇ રાનુભાઈ વરસન રાઠવાના ઘર આંગણે આ યોજના પાસ કરાવી રાનુભાઈના જ પરિજનોને યોજના પાછળ ખર્ચો કરાવડાવ્યો ઈંટો કપચી સિમેન્ટ સાથે મજૂરી મળી ૪૦ થી ૫૦ હજારનો ખર્ચ કર્યા બાદ પણ આદિવાસીઓને પીવાનું પાણી ના મળ્યું પણ તેમના મહેનત મજૂરીના રૂપિયાથી કરેલા ખર્ચની રકમ જ્યારે કૌભાંડિયાઓએ સરકાર પાસેથી એક પ્લાસ્ટીકની ટાંકી મૂકી ફોટા પડાવી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા આ ઠગ ટોળકીએ સરકારને તો છેતરી સાથે સાથે આદિવાસી લોકોને પણ છોડ્યા નથી

૫ ગામોમાં ૧૨ જેટલા કામોની તપાસ કરી

નકલી કચેરીનો માસ્તર માઈન્ડ અબુબકરને એસ.ઓ.જી પી.એસ.આઈ એમ.એસ.સુતારીયા નકલી કામોની તપાસ માટે લઇ જતા ૫ ગામોમાં ૧૨ જેટલા કામોની તપાસ કરી છે અને જેમાં નકલી કામો બહાર આવ્યા છે જયારે સંદીપ રાજપૂતને પણ અલગ પોલીસની ટિમ તપાસ માટે લઇને ગઈ હતી ૧૨ દિવસના રિમાન્ડમાં ૬ દિવસે પોલીસએ કામોની સ્થળની વિઝીટ કરી હતી

નાણાં લીધા પરંતુ સ્થળ ઉપર કોઈ કામ નહિ

નકલી સરકારી કચેરી નો અસલી કૌભાંડ મામલામાં તપાસમાં ચોકાવનારો ખુલાસાઓ સામે આવી રહ્યા છે.જેમાં છોટાઉદેપુરના સિંગલા ગામે ડુંગર વાળી કોતરમાં કાગળ ઉપર ચેક ડેમ દર્શવ્યો હતો તે ચેકડેમ ના નાણાં ઉપાડી લીધા જયારે ગામમાં ટાંકી દર્શવી છે તે બીજા વિભાગે બનાવી છે તે ટાકીના નાણાં ઉપાડી લેવામા આવ્યા છે જે કામના સરકારી નાણાં લીધા છે તે સ્થળ ઉપર જ કોઈ કામ છે જ નહિ.

તપાસમાં દાહોદનું નામ આવતા હડકંપ મચી ગયો

નકલી એજયુકેટીવ ઈજનેર સંદીપ રાજપૂતએ તપાસ દરમિયાન નવો ખુલાસો કર્યો છે છોટાઉદેપુર પ્રયોજના વહીવટદાર કચેરીમાં કૌભાંડ કર્યું હતું તેવું કૌભાંડ દાહોદ પ્રયોજના વહીવટદાર કચેરી અને અન્ય કચેરીઓમાં કૌભાંડ કર્યું હોવાનું જણાવાયું છે અને પોલીસ સમગ્ર મામલામાં દાહોદના કૌભાંડ વિષે ગાંધીનગર સુધી માહિતી પહોંચાડી છે અને બીજાે ગુનો દાહોદમાં નોંધાશે જયારે તપાસમાં દાહોદનું નામ આવતા હડકંપ મચી ગયો છે