વલસાડ, વલસાડ જિલ્લા માં સ્થાનિક સ્વારાજ ની ચૂંટણી માં જિલ્લા પંચાયત અને છ તાલુકા પંચાયત સહિત ઉમરગામ નગરપાલિકા નો રાજ પ્રજા એ ફરી ભાજપ ને હવાલે કર્યો છે. આજે સવારે નવ વાગ્યે થી ઇવીએમ માં બંધ તમામ ઉમેદવારો ની કિસ્મત નો પેટારો એક પછી એક ખોલવા માં આવી હતી.ચૂંટણી નો પરિણામ ભાજપ તરફી આવતા કોંગ્રેસ ની છાવણીમાં નિરાશા છવાઈ હતી.વલસાડ જિલ્લા પંચાયત ની ૩૮ બેઠક માંથી ૩૬ બેઠકો ભાજપ ના ઉમેદવારો એ ઝડપી લીધી હતી જ્યારે ૨ બેઠક કોંગ્રેસ ને હવાલે ગઈ હતી કલવાડા બેઠક પર ગત ટર્મ ના ચૂંટાયેલા કોંગ્રેસ ના દિગ્ગજ નેતા જયશ્રી બેન પટેલ ભાજપ ના પ્રબળ કાર્યકર્તા કલ્પનાબેન રૂપેશ ભાઈ પટેલ સામે હારી જતા સમર્થકો માં નિરાશા વ્યાપી હતી.વલસાડ તાલુકા પંચાયત ની ૩૨ બેઠકો માંથી ૨૯ બેઠકો પર ભાજપ જ્યારે અટગામ ની વાંકલ ની બેઠક પર કોંગ્રેસ જ્યારે કકવાડી દાંતી બેઠક પર અપક્ષ ઉમેદવાર ને જીત મળી હતી. પારડી તાલુકા પંચાયત ની ૨૨ બેઠકો માંથી એક ઉમરસાડી ની બેઠક પર અપક્ષ ઉમેદવાર બચુ ભાઈ પટેલ અને ચિવલ ની બેઠક પર કોંગ્રેસ ના ઉમેદવાર કાંતીભાઈ નીછા ભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા બાકી ની ૨૦ બેઠકો પર ભાજપ ના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા હતા કપરાડા તાલુકા માં જિલ્લા પંચાયત ની ૭ બેઠક માંથી ૬ ભાજપ અને ૧ કોંગ્રેસ ને મળી છે જ્યારે તાલુકા પંચાયત ની ૩૦ બેઠક માંથી પ્રજાએ ૨૪ ભાજપ , ૫ કોંગ્રેસ અને કારચોન્ડ તાલુકા પંચાયત ની બેઠક પર પરસુત ભાઈ અપક્ષ થી જીતી ગયા હતા વાપી તાલુકા પંચાયત ની ૧૮ બેઠકો પર ભાજપ નો ભગવો લહેરાયો હતો જ્યારે છીરી-૨ અને કોપરલી બેઠક પર કોંગ્રેસ ની જીત થઈ હતી. ઉમરગામ નગરપાલિકામાં માં ૨૧ ભાજપ અને ૭ બેઠક કોંગ્રેસ ને મળી છે.