સરકાર દ્વારા દેશભરમાં પ્રથમ તબક્કે કોરોના વોરિયર્સને રસી આપવાનું અભિયાન તેજ બનાવ્યું છે. ત્યારે આજે પણ અનેક મેડિકલ સ્ટાફ, કર્મચારીઓ, કોરોના રસી લેવાથી દૂર ભાગી રહ્યાં છે. હવે આ સમયમાં લોકપ્રિય કલાકારોને રસી લેવા માટે તૈયાર કરવાની વિચારણા ચાલી રહી છે, જેથી પ્રજામાં કોરોના રસી પ્રત્યે વિશ્વાસ બની રહેવા સાથે રસી લેવા તૈયાર થઈ જાય.

 પ્રજાના રક્ષક રસી લેવા તૈયાર થાય તો લોકોમાં વિશ્વાસ વધે


જોકે, રાજનેતાઓ રસી લેવા તૈયાર થાય તો પ્રજા માટે વિશ્વાસ પેદા થઇ શકે! પરંતુ રાજનેતાઓ રસી લેવા જાહેરમાં આવતાં નથી તેનાં કારણે લોકોમાં રસી માટેનો વિશ્વાસ વધુ ડગુમગુ બની રહ્યો છે. બીજી તરફ રસી લીધાં બાદ આવેલાં રિએક્શનને કારણે લોકોમાં ભયનો માહોલ છે. સરકાર, રાજનેતાઓએ લોકોમાં ફરી વળેલો રસીનો ડર દૂર કરવા પોતે જ રસી લઈ પ્રજાનો ભય દૂર કરવા તૈયાર થશે.? તેવાં સવાલો પ્રજાની જબાને ચર્ચાસ્પદ બની રહ્યાં છે.

ભારતમાં 45 ટકા લોકોને કોવિડ-19ની રસી અપાઈ ચૂકી છે



ભારતમાં 16 જાન્યુઆરીથી કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈ માટે રાષ્ટ્રવ્યાપી રસીકરણની શરૂઆત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં લગભગ 45 ટકા લોકોને કોવિડ-19ની રસી લાગી ચૂકી છે. આની સાથે ભારત સૌથી તેજ રસીકરણ કરનારો દેશ બની ગયો છે. 2 ફેબ્રુઆરીના સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં 40 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે. ભારતમાં બુધવારે મોડી સાંજ સુધીમાં રસી લેનારની સંખ્યા 43.9 લાખ પહોંચી છે. મણીપુરમાં સૌથી ઓછું 10 ટકા રસીકરણ થયું છે. ગુજરાતની વાત કરીએ તો 50 ટકાથી વધારે લોકોને રસી લગાવાઈ ચૂકી છે. બુધવારે દેશમાં 2,48,662 લોકોને રસી લગાવવામાં આવી છે. 

3 કરોડ સ્વાસ્થ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસીકરણમાં પ્રાથમિકતા



ઓરિસા, કેરળ, હરિયાણા અને ગુજરાત જેવાં અન્ય રાજ્યોમાં તેમનાં કુલ સ્વાસ્થ્ય કર્મચારીઓની સંખ્યામાં 50 ટકાથી વધારે લોકોને રસી લગાવાઈ ચૂકી છે. સરકારનું લક્ષ્‍ય માર્ચ - એપ્રિલ સુધી લગભગ 3 કરોડ સ્વાસ્થ્ય અને ફ્રન્ટલાઈન કર્મચારીઓને રસીકરણમાં પ્રાથમિકતા અપવાનું છે. લાભાર્થીઓની મોટી સંખ્યાવાળા મુખ્ય રાજ્યોમાં મધ્યપ્રદેશે 2 ફેબ્રુઆરી સુધીમાં સૌથી વધારે 69.4 ટકા, રાજસ્થાનમાં 64.7 ટકા લોકોને રસી લગાવાઈ છે, જ્યારે યુપીએ 18 દિવસમાં સૌથી વધારે 4.63 લાખ લોકોને રસી લગાવી છે. રાજ્યમાં 9 લાખથી વધારે સ્વાસ્થ્યકર્મી છે, જેમાંથી 51 ટકાનું રસીકરણ થઈ ચૂક્યું છે. 

રસીકરણના મામલે ભારતે અમેરિકા- બ્રિટનને પાછળ છોડ્યું



ભારતની સરખામણીએ અમેરિકામાં 40 લાખ લોકોને રસી લગાવવામાં 20 દિવસ લાગ્યા હતા. જ્યારે બ્રિટન અને ઈઝરાઈલને 39 દિવસોમાં લક્ષ્‍યને પૂરું કર્યુ હતું. ભારતમાં 2 ફેબ્રુઆરીના સત્તાવાર ડેટા અનુસાર ભારતમાં 40 લાખ લોકોને રસી અપાઈ ચૂકી છે.