ગાંધીનગર-

ક્રિકેટ ટુર્નામેન્ટ જીત્યાં બાદ યુવાનોએ ગીયોડ ગામના રસ્તા ઉપર ડીજે સાથેની રેલી કાઢીને ઉજવણી કરી હતી. મોડી રાત્રે રેલી નીકળીને યુવાનોએ ક્રિકેટ મેચની જીતની ઉજવણી કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. સોશિયલ મીડિયામાં બાઇક રેલીનો વીડિયો વાયરલ થતાં જ ગાંધીનગર પોલીસ ઉપર અનેક આક્ષેપો પ્રતિ આક્ષેપો થઇ રહ્યા હતા ત્યારે ગાંધીનગર પોલીસે તમામ આયોજકો વિરુદ્ધ કેસ દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે વીડિયોના આધારે અન્ય યુવાનોની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. ગાંધીનગર પોલીસે રેલી બાબતે કાયદેસરની તપાસ હાથ ધરી છે, જ્યારે આયોજકો વિરુદ્ધ પણ કાયદેસરનો ગુનો નોંધ્યો છે, પરંતુ રેલીમાં વધુ યુવાનો જોવા મળ્યાં હતાં. આ બાબતે ગાંધીનગર ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોના આધારે અને જે 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે યુવાનોની પૂછપરછના આધારે વધુમાં વધુ યુવાનોની ધરપકડ અને શોધખોળ શરૂ કરવામાં આવી છે. રેલીમાં લોકો જે હાજર હતાં તે તમામની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.