મુંબઇ-

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ગુરુવારે સવારે મહારાષ્ટ્રના પુણે નજીક રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

 ભૂકંપનું કેન્દ્ર મહારાષ્ટ્રના પૂનાથી 91 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ-પશ્ચિમ (એસએસડબલ્યુ) હતું. ભારતીય સમય મુજબ સવારે 5: 29 કલાકે ભૂકંપ સપાટીથી 6 કિલોમીટરની ઉંડાઈ પર ત્રાટક્યો હતો.