વડોદરા-

લોભીયા હોય ત્યાં ધૂતારા ભૂખે મરતા નથી માણસ રાતોરાત કરોડપતિ બનવા માટે તાંત્રિક વિધિ કરાવી પોતાનું સર્વસ્વ ગુમાવી દેતા હોય છે ત્યારે આવો જ એક કિસ્સો વડોદરા જિલ્લા, સાવલી તાલુકાના રસુલપુર કેનાલ પાસે આસોદર ગામના નિવૃત શિક્ષક સુરેશભાઈ ફુલાભાઈ પરમાર સાથે બન્યો છે સુરેશભાઈ પરમાર ને ડેસર તરફ જતા રસુલ પુર કેનાલ પાસે ઠંડા પીણાની દુકાને ઊભા હતા ત્યારે કેટલાક ઈસમો ત્યાં ઊભા હોય ચર્ચા કરતા હતા કે આ દુનિયામાં કેટલી એવી કુદરતી વસ્તુઓ તેમજ આત્મા અને વિજ્ઞાન હાજરા હજુર છે જેની મદદ વડે આપણે રાતોરાત માલામાલ થઇ શકીએ છે પરંતુ તેમને રિઝવવા માટે માણસને કેટલીક વિધિ કરાવવી પડતી હોય છે.

જેનાથી આવી વસ્તુઓ માણસને મળે અને તેને જે જોઈતું હોય તે આપે છે જેના વડે માણસ રાતોરાત કરોડપતિ બની જાય છે તેમની આવી વાતોમાં શિક્ષિત ગણાતા નિવૃત શિક્ષક આવી ગયા હતા નગ્ન દેખાય તેવા ચશ્માં, કાળી હળદર, મયુર પાર્ક તેમજ કેટલીક એન્ટીક વસ્તુઓ મળે તો આપણી સાત પેઢી બેઠી બેઠી ખાઇ આરોપીઓએ વારંવાર શિક્ષકનો ટેલિફોનિક સંપર્ક કરી કાળી હળદર શોધવા જણાવ્યું હતું ત્યારબાદ એક આરોપીએ પાંડરવાડા માં એક ઈસમ પાસે કાળી હળદર હોવાનું જણાવી જો કોઈ ફાઇનાન્સ મળે તો દસ કરોડની હળદર અઢી કરોડ માં મળે તેમ છે આ હળદર ઈસરો દ્વારા ઉપગ્રહમાં કામ આવે તેની કિંમત દસ કરોડ છે કાળી હળદર ના ઉપયોગ અને પ્રયોગો બતાવ્યા બાદ શિક્ષકને રાજસ્થાનમાં આવી આવી હળદર છે . ટોકન પેટે પાંચ લાખ રૂપિયા આપવાના છે આમ કહી ફરિયાદીને રાજસ્થાન લઈ ગયા હતા ત્યાં એક હોટલ પાસે ઉતારી સુરેશભાઈ પાસે પૈસા લઈને પાર્ટી પાસે જઈએ છે તેમ કહી 5,70000 લઈ ચાલ્યા ગયા હતા ત્રણ કલાક બાદ આ ઈસમો પરત આવી સુરેશભાઈને સમજાવ્યા કે વાતાવરણ અનુકુળ નથી તેથી કાળી હળદર બહાર કાઢી શકાય તેમ નથી તેમ કહી ટોકન આપી પરત ફર્યા હતા અને પાર્ટી વડોદરા આવી હળદર આપી જશે તેમ જણાવી બધા પરત આવ્યા હતા ત્યારબાદ સુરેશ પરમાર એ પ્રવિણ સોલંકી ને કોલ કરી હળદર વિશે પુછતા તેમણે ધીરજ રાખવાનું જણાવ્યું હતું આથી સુરેશભાઈને કોઈ ઠગ 

ટોળકીના ચુંગાલમાં ફસાયા હોવાની શંકા ગઈ હતી તારીખ 3 સપ્ટેમ્બરના રોજ પ્રવીણ સોલંકી નો ફોન આવ્યો કે ઉદયપુર વાળી પાર્ટી હળદર લઈ સાવલી આવવાની છે જેથી રૂપિયા બે કરોડની વ્યવસ્થા કરો આપણે ટેસ્ટિંગ કરી હળદર ખરીદી લઇએ જેથી ફરિયાદીએ પોતાનાં પચાવી પાડશે તેમ જણાતા સાવલી પોલીસ મથકે જાણ કરી હતી સાવલી પોલીસે ગાંડિયા પુરા ગામ પાસે એક દુકાનમાં રેડ કરી આ સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો પોલીસે આ બાબતે સંજય પંડિત, સુનિલ પ્રજાપતિ, ગિરીશ પ્રજાપતિ, સલીમ સૈયદ, કાળાભાઈ પરમાર, પ્રવીણ સોલંકી, વિઠ્ઠલભાઈ પરમાર સોયબ બિદાની,અને ઈસરાર પઠાણ ને ઝડપી લઇ 72,000 મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો કાળી હળદરના નામે છેતરપિંડી નો બનાવ ગુજરાતમાં પ્રથમવાર બન્યો હોય પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હરકતમાં આવી ગયા હતા.