અમદાવાદ-

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસ અને મરીન પોલીસે બંગાળ બોર્ડર પરથી 2006ના અમદાવાદ કાલુપુર બ્લાસ્ટનો અબ્દુલ રઝા ગાઝી નામના આરોપીને પકડી લીધો છે. અબ્દુલ રઝાએ 2006 બ્લાસ્ટના તમામ આરોપીઓને બાંગ્લાદેશથી બહાર મોકલવા મદદ કરતો હતો. આ માટે તેણે રૂપિયા પણ લીધા હતા. તે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો હતો.

ગુજરાત ATSએ 2006ના કાલુપુર રેલવે સ્ટેશન બૉમ્બ બ્લાસ્ટ મામલે વોન્ટેડ આરોપી અબ્દુલ રઝાક ગાજીની ધરપકડ કરી છે. અબ્દુલ ગાઝી છેલ્લા 14 વર્ષથી વોન્ટેડ હતો. બાંગ્લાદેશ બોર્ડરથી નજીકના ગામડામાં રહીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓને આશરો આપીને બોર્ડર ક્રોસ કરાવવાનું કામ કરતો હતો.

વર્ષ 2006 માં અમદાવાદ માં કાલુપુર રેલવે સ્ટેશન માં થયેલ બ્લાસ્ટ માં અનેક આરોપીઓ ને આશરો આપી. બોર્ડર ક્રોસ કરાવવાનું કામ અબ્દુલ ગાઝીએ કર્યું હતું.. આ બ્લાસ્ટ માં મોહમ્મદ અસલમ ઉર્ફે અસલમ કશ્મીરી ઝૂલફિકર, અબુ ઝુદાલ સહિત અનેક લશ્કર એ તોયબા ના આતકવાદીઓ ઘટનામાં સામેલ હતા. આ ગુના માં અત્યાર સુધી 8 આરોપીઓ પકડાઈ ગયા છે ત્યારે 9 આરોપીઓ હાલ પણ વોન્ટેડ છે.. અને 3 આરોપીઓ કાશ્મીર માં એન્કાઉન્ટર માં માર્યા ગયા છે.