મહિસાગર-

લુણાવાડાના નવા ચારણ ગામના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરી વધારે ભાડુ આપવાની લાલચ આપી પ્રોસેસ ફી-ના નામે અલગ અલગ બેંક એકાઉન્ટ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરનારા 5 શખ્સને ગોધરા સાયબર ક્રાઇમ પોલીસની ટીમે દિલ્લી ખાતેથી ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ગોધરા ખાતે લાવીને જરૂરી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મહિસાગર જીલ્લાના લુણાવાડા તાલુકાના નવા ચારણ ગામના વિમલકૂમાર પટેલને જીઓ કંપનીમાથી બોલું છુ, તેમ કહીને અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો અને વોટસએપ પર જરૂરી ડોક્યુમેન્ટ મંગાવીને ખેતરમાં જીઓ મોબાઈલ ટાવર ઉભો કરીને વધૂ ભાડાની લાલચ આપી હતી અને જેની પ્રોસેસિંગ ફી-ના નામે ઓનલાઇન ટ્રાન્સફર તેમજ અન્ય બેંક ખાતાઓમાં 6,45,000 રૂપિયા ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી આચરી હતી. મહિસાગરના લુણાવાડામાં નવા ચારણ ગામના ખેડૂતને મોબાઈલ પર સંપર્ક કરીને ખેતરમાં જીઓ ટાવર ઉભો કરીને વધારે ભાડુ આપવાની લાલચ આપી પ્રોસેસ ફી-ના નામે અલગ-અલગ બેંક એકાઉન્ટના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવી છેતરપીંડી આચરનારા શખ્સને ગોધરા સાયબર ક્રાઇમની ટીમે દિલ્હી ખાતેથી ઝડપી પાડ્યા હતા.