અમદાવાદ, ધી ઈન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્‌સ ઓફ ઈન્ડિયા-દ્વારા સીએ ફાઉન્ડેશન અને ઈન્ટરમીડિયેટની નવેમ્બર ૨૦૨૦માં યોજાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના છ વિદ્યાર્થીઓએ જ્વલંત સફળતા મેળવી છે. આ પરિણામ અંતર્ગત ઇન્ટરમીડિયેટમાં અમદાવાદની શ્રેયા ટીબરવાલે નવા કોર્ષમાં ઓલ ઈન્ડિયા કક્ષાએ પ્રથમ નંબર (ઓલ ઈન્ડિયા રેન્ક) મેળવ્યો છે. જેમાં શ્રેયા ટીબરવાલે ૮૭.૬૩ ટકા મેળવ્યા છે. ઓલ ઇન્ડિયા કક્ષાએ શ્રેયાની સાથોસાથ અમદાવાદ સેન્ટરમાંથી ચિરાગ આસવાએ સાતમો, પાર્થ બંસલ ૨૧મો, વૈષ્ણવી પંચાલ ૩૦મો, આસ્થા શાહ ૩૨મો અને વિશ્વા અગ્રવાલ ૪૨મો નંબર મેળવીને અમદાવાદ સેન્ટરનું ગૌરવ વધાર્યું છે. અમદાવાદ સેન્ટરનું જૂના કોર્ષનું પરિણામ ૬.૯૪ ટકા આવ્યું છે તો નવા કોર્ષનું પરિણામ ૩૨.૭૭ ટકા આવ્યું છે.