ન્યૂ દિલ્હી

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે સમાપ્ત થઈ ગઈ હોવાનું લાગે છે. જો કે ગુરુવારે જે આંકડા બહાર આવ્યા છે તેનાથી દરેકની ચિંતા વધી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાને કારણે છ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, જે અત્યાર સુધીમાં એક જ દિવસમાં મોતની સૌથી મોટી સંખ્યા છે. જો કે કોરોનાના દૈનિક કેસ સતત ત્રીજા દિવસે એક લાખથી પણ ઓછા થઈ ગયા છે.છેલ્લા 24 કલાકમાં દેશમાં 93,828 નવા ચેપ લાગ્યાં છે. આ દરમિયાન 1,48,951 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોના રસીકરણની ગતિને વધુ ઝડપી બનાવવા માટે કેન્દ્ર સરકારે હવે આ ઝુંબેશને સંપૂર્ણપણે હાથ ધરી છે. કેન્દ્ર સરકારે રસીકરણ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે, જે મુજબ હવે કેન્દ્ર સરકાર પણ આ રસી રાજ્યને આપશે અને તે પણ વિના મૂલ્યે. તે જ સમયે, 21 જૂનથી, 18+ લોકોને ફરીથી રસી મળવાનું શરૂ થશે.