દેવગઢબારિયા

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પ્રાથમિક શિક્ષક મહાસંઘની બેઠક તાલુકા અઘ્યક્ષ વિનોદભાઈ પટેલના તેમજ મંત્રી નરેન્દ્રભાઈ ખાબડના અઘ્યક્ષતામાં મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જેમાં તાલુકામાં કુલ ૯૮૬ માંથી ૮૬૩ સભ્યોનું લવાજમ આવેલ છે. તથા શૈક્ષિક મંથન પત્રીકાની વિશેષ ચર્ચા કરી. ધાનપુરમાં આર.એસ.એસનો પ્રાથમિક વર્ગ થનાર હોઇ કાર્યકર્તાઓના નામ નક્કી કરવામાં આવ્યા હતા. સહ પરિવાર મિલન કાર્યક્રમ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. પ્રદેશ અધ્યક્ષના આહવાનને ધ્યાનમા રાખી એક શિક્ષક એક દિકરી દત્તક યોજનાની વિગતે ચર્ચા કરી આવનાર સમયમાં સમાજને કઇ રીતે ઉપયોગી થવુ તે બાબતે ચર્ચા આવી, જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઇ રાઠવાને આ યોજનાના જિલ્લાના કન્વીનર બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ૪૨૦૦ ગ્રેડ પે બાબતની આગામી યોજના વિશે ચર્ચા કરવા આવી. સિ.પી.એફના પ્રશ્રો વિશે ચર્ચા થઇ ખૂબ જ તંદુરસ્ત વાતાવરણમાં બેઠક સંપન્ન થઈ બેઠકમાં જિલ્લા અઘ્યક્ષ બળવંતસિંહ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.