અમદાવાદ-

રાજ્ય સરકાર દ્વારા 25 ટકા સ્કૂલ માફી આપવામાં આવી છે, જેને લઈને આજે વાલી મંડળ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. વાલી મંડલનું કહેવું છે કે અમને 50 ટકા ફી માફી આપવામાં આવે. જોકે આ રાહત એક લોલિપોપ જેવી છે. જો આ જાહેરાત કરવામાં આવી છે તો આનો ઠરાવ અને કેટલી ફી માફી તેની માહિતી એફ આર સી ની વેબસાઇટ પર તાત્કાલિક મૂકવામાં આવે

આ વિષે ગુજરાત વાલી મંડળના પ્રમુખ જયેશ ભાઈ એ જણાવ્યુ હતું કે આ સરકારએ ગયા વર્ષ કરેલી જાહેરાત આ વર્ષે પણ ચાલુ રાખી છે. સ્કૂલોને ઓનલાઈન એટલો શિક્ષકોનો ખર્ચ નથી. એટલે વાલી મંડળની રજૂઆત છે કે 50 ટકા સ્કૂલ માફી કરવામાં આવે. જોકે ગયા વર્ષે પણ સરકારે આ રીતે ફક્ત મૌખિક જાહેરાત કરી હતી. એફ આર સી એ ફી કેટલી લેવી એ પણ પોતાની વેબસાઇટ પર મૂકી નહોતી. આ મુદ્દે વાલીઓ અને સંચાલકો વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે. હવે જ્યારે ફરી આ જાહેરાત કરવામાં આવી છે ત્યારે સરકાર તાત્કાલિક એફ આર સીની વેબસાઇટ પર મૂકે અને લેખિતમાં ઠરાવ તમામ સંચાલકોને મોકલવામાં આવે.

વર્ષ 20- 21 માં આ રીતે 25 ટકા સ્કૂલ માફીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ આ જાહેરાત મોડી કરવામાં આવી હતી. સ્કૂલોએ તમામ વાલીઓ પાસેથી ફી વસૂલી લીધી હતી ત્યારે તેમને જાહેરાત કરી છે. જોકે જાહેરાત બાદ પણ વાલીઓને આ 25 ટકા ફી માફી રિબેટ પણ આપવામાં આવી નથી. ફરી ગઇકાલે જાહેરત વર્ષે 21-22 ને લઈને કરવામાં આવી છે એ પણ સત્ર ખૂલ્યાના એક મહિના બાદ કરવામાં આવી છે. અત્યારે મોટા ભાગના તમામ વાલીઓએ પોતાના બાળકોની ફી સ્કૂલોમાં ભરી દીધી છે. આ સરકાર સંચાલકોની સરકાર છે.તેવું પણ વાલી મંડલનું કહેવું છે.