ડભોઇ

ડભોઇ તાલુકાનાં નડા-મોટા હબીપુરા ગામ નડા વસાહત થરવાસા વસાહત આવેલ છે જે મોટા હબીપુરા માઇનોર બ્રાન્ચ ની નર્મદા કેનાલ સાત કિલોમીટર સુધીની લાંબી છે જે પોર ઉટીયા થી ૬૯૯ મિટર, ની ડીસ્ટ્રીકટ નર્મદા કેનાલ જે ખેડૂતોને સિચાઈ માટે ઉપયોગી થવાના બદલે ખેતીમાં જ્યારે જ્યારે પાણીની જરૂર પડી છે ત્યારે નર્મદા કેનાલનું પાણી મળતું નથી.

કેટલીક જગ્યાઓ પર રેલવે ની નવી લાઈન બનતા કેનાલો તુટી જવાના કારણે મોટું ગાબળું પડતા. નર્મદા કેનાલ ના પાણી ખેડૂતોને ખેતી માટે ખેતરો માં પકવેલ શિયાળુ ઊભા પાક ને પાણી નહીં મળતા અને આ કેનાલમાં ઠેરઠેર ઝાડી ઝાંરખા ઉગી નીકળવાથી માટીનું પુરાણ થઈ જવા પામ્યું છે જ્યારે નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા તેની સાફ-સફાઈ કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે ખેડૂતો ને પાણી મડતું ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ડભોઇ તાલુકા ના ૪ ગામ નજીક થી પસાર થતી હબીપુરા માઇનોર કેનાલ બ્રાન્ચ ની નર્મદા કેનાલમાં મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ને સમયસર સાફ સફાઈ થતી નથી અને કેનાલમાં ઠેરઠેર નવીન બનતી રેલ્વે લાઇનના ખોદકામ કરતા કેનાલો તૂટી જવાને કારણે ગાબડા પડી જવાથી તેમજ ખેડૂતને જાણ વગર અને જરૂર વગર નર્મદા નિગમ દ્વારા પાણી કેનાલમાં છોડતા પાની આવી જતાં કેનાલ ઓવર ફ્લો પણ થઈ છે હાલમાં આ ચાર ગામના વિસ્તાર મા શિયાળુ વાયેલ પાક ને સમયસર પાણી નહિ મળે તો ભારે નુકશાન ની ભીતી સેવાઇ રહી છે. આ અંગે ડભોઇ તાલુકા પંચાયતના આ વિસ્તારના સદસ્ય ભાવેશભાઈ પટેલ અને મોટા હબીપુરા ગામના નીતિનભાઈ જયંતીભાઈ પટેલ વસાહત સહિતના ખેડૂતો દ્વારા નર્મદા નિગમના વહીવટી અધીકારીઓ ને ઘણી વાર રજૂઆતો કરી છતા તંત્ર કુંભકર્ણ ની નિદ્રામાં પોઢી રહ્યું હોય ચોમાસાની ઋતુમાં અને કોરોનાજેવા સમયમાં પણ અનેક ગામ ના ખેડૂતો ના ડાંગર ના પાકને નુકશાન થતાં ખેડૂતો ને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. પૂરની પરીસ્થીતી વખતે પણ ખેડૂતો ને ભારે નુકશાન થયું આમ અવાર નવાર ખેડૂતો ને પાક માં નુકશાન થતાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બની જતાં હોય છે જ્યારે નર્મદા નિગમ ના અધીકારીઓ કેનાલો ની દેખરેખ રાખતા ન હોવાના આક્ષેપો સાથે ઠેરઠેર ઝાડી-ઝાંખરા ઊંઘી નીકળ્યા હોય માટીના પુરાણો પણ થયેલ હોવાનું નજરે પડ્યું હતુ.