ગાંધીનગર, ગુજરાતના ચર્ચિત કેસમાં અનેક ચોંકાવનારા વળાંકો બાદ આખરે સમગ્ર કેસ પરથી પડદો ઉંચકાયો છે. ત્યારે હાલ શિવાંશની માતાનું મોત થઇ ચુક્યું છે. જ્યારે શિવાંશના પિતા હવે જેલમાં જાય તે નક્કી છે. ત્યારે આજે સચિન દીક્ષિતનું ગાંધીનગર હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે ૧૧ઃ૦૦ બાદ ગાંધીનગર કોર્ટ માં સચિન દીક્ષિતને રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો.

ગાંધીનગર કોર્ટમાં હત્યા સચિન દિક્ષિતને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન હત્યારાની આંખમાં આંસુ જાેવા મળ્યા હતા. સચિન દીક્ષિત વડોદરાથી બાળકને લઈને આરોપી ક્યાં રૂટ ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી છે. ગુનો આચારીને આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી તે તપાસ બાકી છે. કોર્ટમાં આઈઓ દ્વારા રિમાન્ડ માટે દલીલ કરી હતી. ગુનો આચરવા માટે કોઈની મદદગારી છે કે કેમ તે તપાસની જરૂરિયાત છે. પોલીસ દ્વારા ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ત્યારે કોર્ટ દ્વારા ૩ દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે સચિન ૧૪ તારીખ સુધી રિમાન્ડ પર રહેશે. આ અંગે કાયદાના નિષ્ણાંતો અને પોલીસ અધિકારીઓ સાથે વાત કરતા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, હાલ તો શિવાંશના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત સચિન અને હિનાના મૃતદેહમાંથી પણ ડીએનએ સેમ્પલ લેવાશે. આ તમામ સેમ્પલ મેચ કરાવીને શિવાંશ આ બંન્નેનું જ બાળક હતું તે સાબિત કરવામાં આવશે. જાે કે આ રિપોર્ટ આવતા ૧૫ દિવસ લાગી શકે છે. જાે કે સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સચિનના પિતા શિવાંશને સાથે રાખવા માટે તૈયાર છે. આ અંગે તેઓ પોલીસ સાથે ચર્ચા કરીને દાવો કરવાના મુદ્દે ઘણા આગળ પણ વધી ચુક્યા છે. શિવાંશના નાનાની આર્થિક સ્થિતિ અને અન્ય પાસાઓને જાેતા શિવાંશની કસ્ટડી સચિનના પિતાને જ સોંપવામાં આવે તેવી શક્યતાઓ મહત્તમ છે. જાે કે શિવાંશની કસ્ટડી જેને પણ સોંપાય તે અગાઉ શિવાંશે ૩ મહિના ફરજીયાત શીશુ ગૃહમાં રહેવું પડશે. હાલ તો આ તમામ બાબતો કાયદાને આધિન છે.ડીએનએ આવ્યા બાદ સમગ્ર બાબત સ્પષ્ટ થઇ જશે.

માસીના દીકરા માટે હિનાએ આદિલને છોડ્યો તે આજે પણ તેને ભૂલ્યો નથી

ગાંધીનગર ગાંધીનગરમાં ગૌશાળા પાસે તરછોડાયેલા શિવાંશની માતા મહેંદીની તેના જ પ્રેમી સચિન દિક્ષીતે બેરહેમીપૂર્વક ગળું દબાવીને હત્યા કરી નાખી. પરિણીત હોવા છતાં મહેંદીને પ્રેમજાળમાં ફસાવનારો સચિને તેને ર્નિદય રીતે મોત આપ્યું. જ્યારે બીજી તરફ મહેંદીએ ડિવોર્સ લીધા હોવા છતાં પૂર્વ પતિ આદિલ હજુ પણ તેને ભૂલી શક્યો નથી. મહેંદી વિશે વાત કરતા જ તેને મહેંદી સાથેની બધી જૂની યાદો ફરીથી તાજી થતા દુઃખ અનુભવી રહ્યો છે.જુહાપુરામાં રહેતા મહેંદીના પૂર્વ પતિ આદિલે કહ્યું કે, મહેંદી સાથે જે બન્યું તે ખૂબ જ ખરાબ થયું. અમે બંને ખૂબ સારી રીતે રહેતા હતા. અમારા ૨૦૧૪માં લગ્ન થયા હતા અમે સાડા ત્રણ વર્ષ સુધી સાથે રહ્યા. અમે શાંતિથી રહેતા હતા, પરિવાર સાથે હરતા અને ફરતા. અમારી વચ્ચે કોઈ પ્રોબ્લેમ નહોતો. બસ તેના માસીના સંપર્કમાં આવી અને માસીના છોકરાના પ્રેમમાં પડી. મહેંદીના છોકરાના વીડિયો સામે આવ્યો ત્યારે મને ખબર પડી કે મહેંદીને દીકરો છે. તેનો સ્વભાવ સારો હતો. થોડી ફ્રીડમવાળો સ્વભાવ હતો. થોડી ભોળા સ્વભાવ હતી એટલે કોઈની પણ વાતોમાં આવી જતી હતી. મહેંદી ૨૦૧૭માં આદિલથી અલગ થઈ હતી. ડિવોર્સના ચાર વર્ષો થવા છતાં પણ મહેંદીના મોતની ખબર આદિલને પરેશાન કરી રહી છે. હકીકતમાં તો મહેંદીએ જ તેના માસીના છોકરાના પ્રેમમાં હોવાથી આદિલ પાસેથી ડિવોર્સ લીધા હતા. જ્યારે આદિલ તો આજે પણ તેના મહેંદી સાથેના લગ્ન જીવન દરમિયાનના પળોને યાદ કરે છે. તે હજુ મનથી મહેંદીથી અલગ થઈ શક્યો નથી. મહેંદી પેથાણીના લગ્ન અમદાવાદના જુહાપુરામાં એક વેપારી યુવાન સાથે થયા હતા. જાેકે સાડા ત્રણ વર્ષ અગાઉ એક દિવસ તે ગુમ થઈ ગઈ હતી. આ મામલે તેના પતિ આદિલ પંજવાણીએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મહેંદીને તેની માસીના દીકરા સાથે પ્રેમસંબંધ હોઈ તેની સાથે રહેવા ચાલી ગઈ હતી.