દિલ્હી-

પશ્ચિમ બંગાળમાં એનડીએ છોડીને મમતા બેનર્જીને ટેકો આપનારા ગોરખા જનમુક્તિ મોરચાના નેતા વિમલ ગુરુંગના નજીકના સાથી લોપસાંગ લામા નામચિ ની સિક્કિમમાં ધરપકડ કરવામાં આવી છે. લોપસાંગ પર સિક્કિમની એક સગીર છોકરી પર યૌન શોષણનો આરોપ છે.

લોપસાંગ વિરુદ્ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ (પીઓસીએસઓ) એક્ટની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે, જે બિનજામીનપાત્ર છે. આ અંગે પશ્ચિમ બંગાળના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કારણ કે તેના થકી જ પહાડી વિસ્તારો પર લોકસભાની ચૂંટણી વખતે, તૃણમૂલ કોંગ્રેસ ખૂબ નબળી હતી અને ભારતીય જનતા પાર્ટીએ તમામ બેઠકો જીતી લીધી હતી. આ વખતે વિમલ ગુરુંગ મમતા સાથે આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી પર તોડફોડનો આરોપ લગાવ્યો છે અને તૃણમૂલ કોંગ્રેસ ગોરખા સમુદાયમાં તેમના સાથ થી તેમનો જનાધાર વધારવાનો પ્રયાસ કરી રહી છે. સૂત્રોએ જણાવ્યું છે કે, વિમલ ગુરુંગની નજીકનો આ નેતા પણ આ વખતે કલિંગપોંગ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનવાનો હતો. પોલીસે કહ્યું છે કે પોક્સો એક્ટની કલમ હેઠળ કેસ હોવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે. તેનો રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. આ ધરપકડ બાદ તેની ઉમેદવારી પર શંકાના વાદળ છવાયા છે.