ગાંધીનગર-

ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યમાં કુલ 135 જેટલા જ પોઝિટિવ કેસો સામે આવ્યાં હતાં. ત્યારે આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કોરોના કેસમાં સતત ઘટાડાને કારણે હવે રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરવા બાબતે ગંભીર ચર્ચા કરવામાં આવી હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. જેમાં હવે રાજ્ય સરકાર પણ શાળાઓ શરૂ કરવાના હકારાત્મક મિજાજમાં જોવા મળે છે. મહત્વની વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે અગાઉ પણ શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારે શાળા શરૂ થાય તો એસઓપી પ્રમાણે જ શરૂ કરવામાં આવશે. આમ શાળામાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માથે પહેરવાનો રહેશે. સાથે જ સામાજિક અંતર સાથે શાળા સંચાલકોએ બેઠક વ્યવસ્થા પણ કરવાની રહેશે. આ પ્રમાણે શાળાઓ શરૂ કરવામાં આવશે. ઉપરાંત શાળામાં પ્રવેશ દરમિયાન સેનેટાઈઝર અને થર્મલ ગનથી ચેકીંગ શાળા સંસ્થાઓ તરફથી રાખવામાં આવેશે.