અમદાવાદ-

કોરોના વાયરસની મહામારીએ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. આ જીવલેણ સંક્રમણને રોકવા લોકડાઉન લાગુ કરાયુ અને તબક્કામાં છુટછાટ આપી અનલોક પણ કરવામાં આવ્યુ છે. જો કે છુટછાટ આપ્યા બાદ અનલોક-6માં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપી અને ચિંતાજનક ગતિએ વધી રહ્યુ છે. રાજયમાં માસ્ક વિના નીકળતા લોકોને કોમ્યુનિટી સેવાની સોપાશે જવાબદારી તેમજ આવા લોકોએ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં કરવી પડશે કોમ્યુનિટી સેવા અને પહેલી વાર માસ્ક વિના પકડાતા લોકોને છુટ, બીજી વાર માસ્ક વિના પકડાશે અથવા તો સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા જણાશે તો કોવિડ સેન્ટરમાં સેવા આપવી પડશે સેવા જોકે નિયમ ભંગ કરનારાઓને સજા તરીકે 5 થી 15 દિવસ કામ કરવાનું રહેશે. દરરોજના 4 થી 6 કલાક કામ કરવાનું રહેશે તેવો કોર્ટે આદેશ કર્યો છે.