દિલ્હી-

ઉત્તરાખંડ સરકારે દેશભરમાંથી આવનારા શ્રદ્ધાળુઓ માટે ઉત્તર કાશીના ગંગોત્રી, યમનોત્રી, રૂદ્રપ્રયાગના કેદારનાથ અને ચમોલીના બદ્રિનાથ સ્થિત ચાર ધામના દરવાજા ખોલી નાંખ્યા છે. આ માટે પહેલી શરતો એ છે કે શ્રદ્ધાળુએ આગમનના ૭ર કલાક પહેલા કોવિડ-૧૯નો ટેસ્ટ કરવાનો રહેશે. ટેસ્ટ નેગેટિવ આવે તો તેમને ઓનલાઇન મંજૂરી મળશે.

ચારધામ દેવસ્થાનમ પ્રબંધન બોર્ડના સીઇઓ રવિનાથ રમણે કહ્યું કે શ્રદ્ધાળુએ ટેસ્ટ રિપોર્ટ પોતાની સાથે આવે ત્યારે લાવવાનો રહેશે. ઉત્તરાખંડની બહાર જનારા માટે અધિકૃત લેબમાંથી ટેસ્ટ કરાવવાનો રહેશે. યાત્રા દરમિયાન ફોટો આઇડી સાથે રાખવાનો રહેશે. જે શ્રદ્ધાળુ ૭ર કલાક પહેલા ટેસ્ટ નહીં કરાવે અને યાત્રા કરવા માંગતા હોય તેમને ૭ દિવસ પોતાના ખર્ચે હોટલમાં કોરેન્ટાઇન થવું પડશે ત્યાર બાદ જ દર્શન થશે.