વડોદરા-

ગુજરાત રાજયના વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીએ મગરોનું ઘર કહેવાય છે. શહેરની વસ્તી સાથે વન્યપ્રાણી જીવો રહેતા હોય તેવુ જવલ્લે જ જોવા મળતું હોય છે. મગરોની કુલ ૨૨ પ્રજાતિઓ છે જેમાની શહેરમાં અને માનવ વસતી સાથે રહેતી પ્રજાતિના મગરની સંખ્યા ભારતમાં અને ખાસ કરીને ગુજરાતના વડોદરા શહેરમાં માર્શ પ્રજાતિના મગરોનું સંખ્યા સૌથી વધુ છે.શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની નદી અને કોતરના છીછરા પાણીમાં આ મગરોનું સામ્રાજય જોવા મળે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે. વિશ્વામિત્રી નદી મગરોનુ ઘર બની ગયું છે. ત્યારે મોટી સંખ્યામાં જોવા મળતા મગરોની સલામતી અને સુરક્ષા માટે તંત્ર દ્વારા કોઇ તકેદારીના પગલા લેવામાં આવતા હોય તેવુ દેખાતું નથી. ચોમાસુ શરૂ થતાં વિશ્વામિત્રી કાંઠા વિસ્તારોમાં મગરો દેખા દેતા હોય છે. તેવામાં ચોમાસી શરૂઆતમાં પ્રદુષિત થયેલી વિશ્વામિત્રી નદીમાંથી છેલ્લા ત્રણ દિવસમાં 2 મૃત મગરો મળી આવ્યાં છે.જોકે છેલ્લા ત્રણ દિવસમાં બે મગરો મળી આવતા વન્યજીવો પ્રેમીમાં નિરાશા સાથે ગુસ્સો જોવા મળી રહ્યો છે.જોકે આપણે અહિંયા પશુઓને પુજવામાં આવે છે. જેમાં મગરને માં ખોડીયારનું વાહન પણ માનવામાં આવે છે. ત્યારે વિશ્ર્વામિત્રી નદિના કિનારે મૃત મગરને જોતા એક શ્રધ્ધાળુ ધ્વારા ભાવભિનિ શ્રધ્ધાજલિ સાથે પશુ અને વન્યજીવન પ્રત્યે આ માણસનો આદર જોવા મળ્યો હતો.